બોલીવુડના નવાબ સૈફ અલી ખાન અને અનુષ્કા શર્માની જોડી સિલ્વર સ્ક્રીન પર એકસાથે આવી શકે છે.
આ ફિલ્મને અનુષ્કાના બેનર હેઢળ બનાવવામાં આવશે. આ ફિલ્મનું નામ ‘ફીલ્લોરી’ છે. આની પહેલા પણ અનુષ્કા પોતાના બેનર હેઢળ ફિલ્મ ‘એનએચ૧૦’ કરી ચુકી છે.
જાણકારી અનુસાર ફિલ્મ ‘ડેલી બેલી’ ના રાઈટર અક્ષત વર્મા એક ફિલ્મ બનાવવાના છે. જેમાં આ બંને સ્ટાર્સની પસંદગી કરવામાં આવી છે. જોકે, હાલમાં આ વાત વિષે કોઈ ઓફીશીયલ અનાઉંસમેન્ટ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા ની અપકમિંગ ફિલ્મ ‘યે દિલ હે મુશ્કેલ’ છે, જે આજે રીલીઝ થવાની છે. જેમાં એશ્વર્યા રાય બચ્ચન અને રનબીર કપૂર જોવા મળશે.