ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વકપની બીજી સેમીફાઇનલમાં બેટિંગમાં ભારતનો ધબડકો થતા ક્રિકેટપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. મેચમાં ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીને ચીઅર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સિડની ક્રિકેટ ગાઉન્ડ પર હાજર રહી હતી. પણ વિરાટ કોહલી ફક્ત એક રન પર આઉટ થતા અનુષ્કા શર્મા ટ્વિટર- ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર લોકોની ટીકાનું પાત્ર બની છે. ટ્વિટર યુઝર્સ ટીમના ધબકડા માટે અનુષ્કાને જવાબદાર ગણી તેની ટીકા કરતી ટ્વિટ્સ કરી હતી. જો કે કેટલાક યુઝર્સ ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને અનુષ્કા સાથે નહી જોડવાની વાત કરી રહ્યા હતા. કેટલાક યુઝર્સ બીસીસીઆઇએને અનુષ્કાના સ્ટેડિયમ પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાની માંગણી કરી રહ્યા હતા.
અનુષ્કાના તેવર પડ્યા ઢીલા, લોકોએ સોશીયલ મીડીયા માં હુડીયો બોલાવ્યો
3,795 views