દુનિયામાં મોંધામાં મોંધી વસ્તુઓ તરીકે આલીશાન અને અફલાતૂન હાઉસ, એક્સ્પેન્સીવ ઘડિયાળ, એક્સ્પેન્સીવ બેગ્સ, એક્સ્પેન્સીવ કાર્સ, એક્સ્પેન્સીવ યાટ અને વળી એક્સ્પેન્સીવ રેસિપીઓ વિષે તો તમે સંભાળ્યું જ હશે ખરુંને? પણ શું કદી એવું વિચાર્યું પણ છે કે કોઈ ખાડો સૌથી મોંધો હોય શકે? નહિ તો વાંચો અમારો આ દમદાર લેખ…
આને વિશ્વનો બીજા નંબરનો માનવ નિર્મિત ખાડો માનવામાં આવે છે. આ ખાડાની કિંમત જાણીને તમે ચોંકી જશો. આની કિંમત ૧૧૩૩ અરબ પાઉન્ડ છે. દુરથી આને જોતા એવું લાગે કે જાણે આના પર કોઈ પિંડ પડ્યો હોય. ખરેખર, આ ખુબજ કિંમતી ખાડો છે. જે ઇસ્ટ સાઇબીરીયાના ડાયમંડ સીટી ‘મીર માઈન’ (રશિયા) માં આવેલ છે.
વાસ્તવમાં આ સૌથી મોટી અને ખુબજ કિંમતી હીરાની ખાણ છે. આ ખાડો રશિયાના ‘અલરોસા’ ના સ્વામિત્વ વાળી હીરાની ખાણ છે. આમાંથી દરવર્ષે ૧૭૫ કરોડ હીરાઓ નીકળે છે. આ ખાડો જેટલો કિંમતી છે તેટલો જ ખતરનાક પણ છે.
આ ખાડો પોતાની ઉપર આકાશમાં ઉડતા વિમાનોને પોતાની તરફ ખેચી લે છે. તેથી વિમાનને આના ઉપરથી જવા પર પ્રતિબંધ છે. આવી ઘટના થવાથી આ ખાણનું વર્ષ ૨૦૦૪ માં ઓપરેશન રોકવામાં આવ્યું અને ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ટનલ લગાવીને આમાંથી હીરાઓ કાઢવામાં આવ્યા. આ કિંમતી ખાણમાંથી વર્ષે ૨૦૧૪ માં 6 મિલિયન કેરેટ રફ હીરાઓ મળી આવ્યા.
આ ખાડાની ઊંડાઈ ૧૭૨૨ ફૂટ છે. આ સાડા ત્રીસ કિલોમીટરમાં ફેલાયેલ છે, જે વિશ્વની ચોથા નંબરની સૌથી વધુ હીરાઓનું ઉત્પાદન કરતી ખાણ છે. વર્ષ ૨૦૧૧માં આ ખાડાને સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવ્યો છે.