ફુલ સ્પીડે કાર ચલાવવાના શોખીન કેલિફોર્નિયાના રોન પેટ્રીક (47)એ નવો પ્રયોગ કર્યો. તેણે ગેરેજમાં 1500 એચપીનું જેટ એન્જિન બનાવી તેને પોતાની બિટલ કારમાં ફિટ કરી દિધુ. તેના માટે તેને કારમાં પણ કેટલાક ફેરફાર કરવા પડ્યા. જેટ એન્જિનમાં ધુમાડાની સાથે 50 ફુટ સુધીની જ્વાળાઓ પણ નિકળે છે.
પેટ્રીક ઈચ્છે છે કે તેની કાર રોકેટ જેવી દેખાય. એવું થઈ પણ ગયું અને હવે તેને આના પર ગર્વ છે. તે કહે છે કે મેં છ વર્ષમાં જેટ એન્જિન બનાવ્યુ અને તેના પર સવા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તે આ કારને તે સ્થાન પર રાખશે. જ્યાં જેટ એન્જિનવાળા અન્ય વાહનો બનાવાય છે. તે હજુ એવી ટેકનિક શોધી રહ્યા છે કે કેવા પ્રકારની કારને તેના સ્પીડોમીટરથી વધુ રફ્તાર આપી શકાય. પેટ્રીકનું કહેવું છે કે તે આના માટે વિશેષ શો કરશે. જેનાથી લોકો તેના આ પ્રયોગ વિશે જાણી શકે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર