ભારતમાં ઘર બનાવતી વખતે લોકો વાસ્તુને ઘ્યાનમાં રાખીને બનાવે છે. માનવામાં આવે છે કે આનાથી ઘરની સુખ-શાંતિ જળવાઈ રહે છે અને ઘરમાં સમૃધ્ધી આવે છે. દિશાઓ ના જ્ઞાન ને જ વાસ્તુ કહેવાય છે. આમાં દિશાઓને ઘ્યાનમાં રાખીને ભવન નિર્માણ અથવા ઇન્ટીરીયર ડેકોરેશન કરવામાં આવે છે.
ફક્ત વાસ્તુશાસ્ત્ર જ નહિ ચીન નું જાણીતું ‘ફેંગશુઈ’ વિજ્ઞાન ને પણ ભારતીય લોકો ખુબ ઉપયોગ કરે છે. ફેંગશુઈ એ ચાઇનીઝ વાસ્તુશાસ્ત્ર છે. આમાં પણ ઘર સાથે જોડાયેલ વાતો જણાવવામાં આવે છે. ઠીક છે, શાંતિની ઊંઘ અને સ્ટ્રેસ ફ્રી રહેવા માટે તમે અહી જણાવેલ ટીપ્સ વાપરી શકો છો.
* ઉત્તર દિશામાં સૌથી વધુ દરવાજા અને બારીઓ હોવી જોઈએ. ઘરની બાલ્કની (ગેલેરી) તથા વોશ બેસીન પણ આજ દિશામાં હોવું જોઈએ. આ દિશાની જમીન નું ઊંચું હોવું વાસ્તુમાં શુભ મનાય છે.
* વાસ્તુશાસ્ત્ર અનુસાર માસ્તર બેડરૂમ ને ઘરની દક્ષીણ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ બનાવવું જોઈએ. જો ઘર બે માળનું હોય તો માસ્તર બેડરૂમ ઉપલા માળના દક્ષીણ પશ્ચિમ ખૂણામાં હોવું ઉચિત મનાય છે.
* હિંદુશાસ્ત્ર માં દસ દિશાઓ હોય છે ચાર દિશાઓ ચાર કોણ અને ઉપર તથા નીચે. આનો ખ્યાલ મકાનનું નિર્માણ કરતા સમયે રાખવું. ઉત્તર-પૂર્વ દિશા (ઇશાન) માં ઈશ્વરનો વાસ થાય છે. તેથી આ દિશામાં મંદિર ચોક્કસ બનાવવું.
* ઘરની અંદર કોઈપણ પ્રકારના હિંસક જાનવરોની તસ્વીરો, મૂર્તિઓ ન રાખવી. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા દુર થઇ નકારાત્મકતા ફેલાય છે. ઘરમાં બેડરૂમમાં કપલ રાધેકૃષ્ણની કે કોઈ રોમેન્ટિક તસ્વીરો રાખી શકે હે, જેથી દંપતીઓ વચ્ચે ઝઘડા, કલેશ દુર થઇ પ્રેમ બની રહે.
* મુખ્યદ્વાર સામે કોઈ વૃક્ષ, દીવાલ, કીચડ (ગંદકી) કે ખાડાઓ નહિ હોવા જોઈએ.
* ઘરના મુખ્યદ્વારની પહોળાઈ તેની ઊંચાઈ કરતા અડધી હોવી જોઈએ.
* ઘરમાં બાથરૂમ પૂર્વ દિશામાં, બાળકોની રૂમ પૂર્વ-ઉત્તર, રસોડું આગ્નેય કોણ એટલેકે દક્ષીણ-પૂર્વ દિશામાં હોવું સૌથી ઉપયુક્ત મનાય છે.
* ઘરના મુખ્યદ્વાર પર ક્રિસ્ટલ બોલ લટકાવવો સારો મનાય છે. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નથી પ્રવેશતી.
* ઘરમાં રંગ તરીકે તમે સફેદ રંગ લગાવી શકો છો. વ્હાઈટ રંગથી રંગેલું ઘર જોવાથી જ મનમાં શાંતિ મળે છે. તમારા બેડરૂમ માં લાલ રંગ લગાવી શકો છો. ઉપરાંત ઘરમાં શીત રંગો જેમકે સફેદ, ગુલાબી, પીળો, ક્રીમ, આછો ભૂરો વગેરે રંગથી પેંટ કરી શકો છો.