દુનિયામાં ઘણી બધી જગ્યાઓ એવી છે જે માનવી ને હેરાન કરી મુકે તેવી છે. પાણીમાં તરવું કોને ન ગમે? લગભગ બધા ને જ તરવું ગમે પણ જો તરતા જ ન આવડે તો લોકો શું કરે? જયારે સ્વીમીંગ શીખ્યા વગર તરવાનું મન થાય ત્યારે અહીં ન્હાવવા અને ફરવા આવવું.
આજે અમે એવા સમુદ્ર વિષે જણાવીશું જેના પાણીમાં નહાવાથી તમે ડૂબશો નહિ પણ તરવા લાગશો. આ સમુદ્રનું નામ ‘ડેડ સી’ (dead sea) છે. જો તમને તરતા ન આવડે તો પણ લાઈફ જેકેટનો સહારો લીધા પણ આમાં ન્હાઈ શકો છો.
જોર્ડન અને ઇઝરાયેલ ની વચ્ચે આવેલ આ દરિયામાં લોકો ડૂબતા નથી તેનું એજ કારણ છે કે અહીના પાણીમાં ખુબજ વધુ માત્રામાં ખાર હોવો. એટલેકે આ ખારા પાણી નો સમુદ્ર છે.
પાણીમાં વધારે ખારાશ હોવાને કારણે આમાં કોઈ પણ જાતના જીવ-જંતુ, માછલી કે વનસ્પતિઓ નથી ઉગતી. જોકે, આ ખારું પાણી માનવ શરીર માટે લાભદાયી છે. આમાંથી ઘણા બધા ખનીજ તત્વો મળી આવે છે.
આ ખારા પાણીમાં ન્હાવવાથી તમારો ચર્મરોગ દુર થશે. આ સમુદ્રની આસપાસ કોઈ વ્યક્તિ નથી રહેતું. તેથી મોટાભાગે અહી ન્હાવવા પ્રવાસીઓ જ આવે છે. આને દૂનિયાનું ખારા પાણીનું મોટું સમુદ્ર માનવામાં આવે છે. પાણીમાં વધાર પડતી ખારાશ હોવાને કારણે આને ‘સોલ્ટ સી’ પણ કહેવાય છે.
‘ડેડ સી’ ને અહીના એરિયામાં લોકપ્રિય પીકનીક સ્પોટ માનવામાં આવે છે. દુનિયાના અન્ય સમુદ્રો કરતા આ અલગ છે, કદાચ તેથી જ સમગ્ર દુનિયામાંથી લોકો અહી આવી ખુબ એન્જોય કરે છે.