હદયની દેખરેખ કેમ રખાય?
ભોજનમાંઓછુ તેલ અને વધારે પ્રોટીન અથવા ઓછુ કાર્બોહાઈડ્રેટ યુક્ત વસ્તુ લ્યો. અઠવાડિયાના પાંચ દિવસ ઓછામાં ઓછો અડધી કલાક ચાલો. લીફ્ટ નો ઉપયોગ ટાળો અને દાદર દ્વારા ચઢો. શરીરના વજન પર નિયંત્રણ રાખો અને ધૂમ્રપાન ન કરો. આમ કરવાથી બ્લડ પ્રેશર જેવા ખતરનાક રોગથી બચી શકાય છે.
સ્વસ્થ લોકોને હાર્ટ અટેક કેમ આવે છે?
આને સાઈલેંટ અટેક કહેવાય છે. જેનાથી બચવા માટે ૩૦ વર્ષની ઉમર પછી હાર્ટનુ ચેકઅપ કરાવવું જોઈએ. આમ કરવાથી કોલેસ્ટ્રોલ અને શુગરના સ્તરની ખબર પડે છે.
ચાલવું કે દોડવું?
દોડવું તમે જલ્દી થાકી જાવ છો અને શરીરમાં ઘુટણની સમસ્યા થાય છે. તેથી ચાલવાની ક્રિયા કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછુ થાય છે.
આ પણ જુઓ: કોઈ 1 ખોરાક લેવાથી, નબળા શરીરને મળે છે તાકાત
સારું ખાવુપીવું શું છે?
દિલની દેખરેખ માટે તાજા ફળ અને શાકભાજીથી ડાયટ કરો. અને કોઈ પણ પ્રકારના તેલથી દુર રહો. ફ્રેંચ ફ્રાંઈઝ, ફ્રેન્કી, બર્ગર ઉપરાંત મસાલા ઠોસા પણ જંક ફૂડમાં આવે છે તેથી તેનાથી દુર રહો.
અનિયમિત જીવન શૈલી કેટલી ખતરનાક હોય છે
જ્યાં સુધી તમે યુવાન છો ત્યાં સુધી તમારું શરીર તમારો સાથ આપશે, ઉમર વધે તેમ શરીરમાં સ્વાસ્થ્યની સમસ્યા શરુ થાય છે તેથી સમય પર સુવાની અને ઉઠવાનું કાળજી લ્યો. કસરત કરો અને ઓફીસમાં ૨ થી ૩ કલાક લગાતાર ન બેસો.
અચાનક હાર્ટ અટેક આવે તો શું કરશો?
જો આવું થાય તો સુઈ જાઓ અને તમારી જીભની નીચે એસ્પ્રિન (ડોક્ટર દ્વારા સૂચવેલ) ની ગોળી રાખો અને કોઈની મદદથી જલ્દી દવાખાને પહોચો.
આ હોય છે ભ્રમ
માથાના દુખાવાની દવા ખાવાથી હાર્ટ અટેક થાય છે.
અસ્થમા હાર્ટ અટેકની આશંકાને વધારે છે.
રાત પાળીમાં કામ કરવાથી હદય રોગનો ખતરો વધે છે.
ચા કે કોફીથી હદય રોગની આશંકા વધે છે.