અભિનેત્રી સોનાક્ષી સિંહાએ એ વાતની જાણકારી આપી છે કે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ નું શુટિંગ ઓગસ્ટમાં સ્ટાર્ટ થશે. હાલમાં ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર વિપુલ શાહ ‘ફોર્સ 2’ અને ‘કમાન્ડો 2’ જેવી ફિલ્મમાં શુટિંગમાં બીઝી છે. તેથી આ ફિલ્મમાંથી તેમને છુટ્ટી મળશે ત્યારે ઓગસ્ટમાં ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ નું શુટિંગ ચાલુ કરશે.
આ ફિલ્મમાં ભારત અને ઈંગ્લેંડની સ્ટોરી બતાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ મુંબઇ, ઈંગ્લેન્ડ, પેરિસ, સ્વિટ્ઝર્લૅન્ડ અને પંજાબમાં થશે. આ ફિલ્મને પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ૨૦૦૭માં આવેલ ‘નમસ્તે લંડન’ નું સિક્વલ નથી. આમાં તમને ફ્રેશ કન્ટેન્ટ જોવા મળશે. સોનાક્ષી આના પહેલા ઘણી વખત અક્ષય કુમાર સાથે કામ કરી ચુકી છે, જેમકે ‘રાઉડી રાઠોડ’, ‘હોલી ડે: એ સોલ્જર નેવર ઑફ ડ્યુટી, ‘બોસ’,’ જોકર’ અને ‘વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ દોબારા’.
લાગે છે દર્શકોને આ બંને સ્ટાર્સની જોડી ખુબ પસંદ આવે છે. ત્યારે તો ફિલ્મ મેકર્સે આ જોડીને છઠ્ઠી વખત સાઈન કરી. ૨૦૦૭માં આવેલ ફિલ્મ ‘નમસ્તે લંડન’ માં કેટરિના કૈફ ની સાથે અક્ષય કુમાર જોવા મળ્યા હતા. આ ફિલ્મને બોક્સ ઓફીસ પર સારો એવો ઇસ્પોન્સ મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ ‘નમસ્તે લંડન’ ની નેક્સ્ટ સીરીઝ નથી. આની સ્ક્રીપ્ટ તદ્દન જુદી જ છે.