અક્ષય કુમારને મળ્યો ‘રુસ્તમ’ માટે બેસ્ટ એક્ટરનો ‘નેશનલ એવોર્ડ’…!!

433104-rustom-akshay-kumar-ileana-d-cruz

હાલમાં જ અક્ષય કુમારને ફિલ્મ ‘રુસ્તમ’ માટે બેસ્ટ એક્ટરનો ‘નેશનલ એવોર્ડ’ મળવાથી તેઓ ખુબ જ ખુશ છે. અક્ષય કુમારને દિલ્લીમાં ૬૪માં ‘રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે ‘સર્વશ્રેષ્ઠ એક્ટર’ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ પુરસ્કાર મળ્યા બાદ અક્ષયે માઈક્રો બ્લોગીંગ વેબસાઈટ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો જેમાં તેમણે ‘થેંક્યું’ જણાવ્યું હતું, “તેણે કહ્યું કે આ સમયે હું મારી ભાવનાઓ જણાવવા ‘શુક્રિયા’ શબ્દને ખુબ જ નાનો માનું છુ, આના માટે મારા ફેંસને થેંક્યું, જેમણે મારા ટેલેન્ટ પર વિશ્વાસ રાખ્યો.”

નાનાવતી કેસ પર બનેલ ફિલ્મ રુસ્તમ માં અક્ષય કુમારે નૌસેન અધિકારી ‘કેએમ નાનાવતી’ ની ભૂમિકા માટે સમ્માન મળ્યું છે. અક્ષયની આ ફિલ્મ બાયોપિક ફિલ્મ હતી.

ઉલ્લેખનીય છે કે બોલીવુડ માં મેલ તરીકે અક્ષય કુમાર અને ફીમેલ તરીકે ‘સોનમ કપૂર’ ને પણ ‘રાષ્ટ્રીય પુરસ્કાર’ આપવામાં આવ્યો છે. તેણીને આ એવોર્ડ ફિલ્મ ‘નીરજા’ માટે આપવામાં આવ્યો છે. આ ફિલ્મ પણ બાયોપિક ફિલ્મ હતી, જે નીરજા ભાનોત ના જીવન પર આધારિત હતી.

Dekha hazaron dafaa Apko

Comments

comments


3,973 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 5