અક્ષયની ફિલ્મ ‘જોલી LLB-૨’ નું સોંગ ‘બાવરા મન’ થયું રીલીઝ

05-2

બોલીવુડના ‘ખિલાડી’ અક્ષય કુમાર પોતાની અપકમિંગ ફિલ્મ ‘જોલી એલએલબી-૨’ નું બીજું સોંગ રીલીઝ થયું છે. આ સોંગનું ટાઈટલ ‘બાવરા મન’ છે, જે રીલીઝ થતા જ યુટ્યુબ પર લાખો વખત જોવામાં આવ્યું.

આ સોંગમાં હુમા કુરેશી અને અક્ષય કુમારની વચ્ચે રોમેન્ટિક કેમેસ્ટ્રી દેખાઈ રહી છે. ‘બાવરા મન’ સોંગના રાઇટર ‘જુનેઇદ વાસી’ છે. જયારે સોંગમાં અવાજ આપનાર સિંગર્સ તરીકે જુબીન નૌટીયાલ અને નીતિ મોહન છે.

જણાવી દઈએ કે ‘જોલી LLB-૨’ માં અક્ષય કુમારના લુક્સની ચર્ચા આજકાલ ખુબ થવા લાગી છે. તે આ ફિલ્મમાં વકીલ જગદીશ મિશ્રા નો રોલ કરી રહ્યા છે જયારે હુમા પુષ્પા પંડ્યા નો રોલ કરી રહી છે.

ફિલ્મના ડાયરેક્ટર સુભાષ કપૂર છે. અક્ષયની આ ફિલ્મમાં લીડ રોલ તરીકે હુમા અને કુમુદ મિશ્રા છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું શુટિંગ લખનવ ની છત્તર બજાર અને વારાણસીના બ્યુટીફૂલ લોકેશન માં થયું છે.

ઉલ્લેખનીય છે કે ‘જોલી LLB-૨’ ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ માં સિનેમાઘરો માં દસ્તક આપશે. જુઓ તમે પણ આ રોમેન્ટિક સોંગ….

https://www.youtube.com/watch?v=xuMFlMMz–4

Comments

comments


5,688 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 0