શાહરૂખનો બંગલો અને મન્નત હાઉસની ભવ્યતા તેને જોઈને જ ખબર પડે છે. આ અંદરથી ખુબજ આલીશાન છે. આની બનાવટ 20 મી સદીના ગ્રેડ-3 હેરિટેજની જેવી છે. આની ખાસીયત એ છે કે આ આકાશની તરફ, પાછળની બાજુ અને દરિયાના કિનારા તરફ ખુલે છે,
આ વિલામાં પાંચ બેડરૂમ છે. મલ્ટીપલ લીવીંગ એરિયા, એક જિમ્નેશિયમ અને લાઇબ્રેરી જેવી બધી સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે.
મુંબઇ સ્થિત ફકીહ એન્ડ એસોસિયેટ્સ એ ‘મન્નત’ ને સુશોભિત કર્યું છે. ઘર ના દરવાજા ખોલતા જ તમને ક્લાસિક બંગલા જોવા મળે છે. આની સેટિંગ ડ્રામેટીક અને ટ્વિસ્ટેડ છે. કલાત્મકતાની સાથે કન્ટેમ્પરરી ગોથિક આયરોનીક નું મિશ્રણ છે. કલર પેલેટ ડાર્ક છે, જેની સપાટી અનફિનિશ્ડ રાખેલ છે.
પત્ની ગૌરીએ કર્યું સ્ટાઇલિંગ નું કામ
ઇન્ટીરીયર ની સાથે સ્ટાઇલિંગ નું કામ ગૌરીએ કર્યું છે. તે જણાવે છે કે આના માટે તેને ચાર વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો. તે ટ્રાવેલિંગ કરતી અને એક-એક વસ્તુ પોતાની પસંદગીથી ખરીદતી અને ઘરના દરેક ખૂણાને ભારપૂર્વક સજાવતી જેથી બધું પરફેકટ લાગે. આના પછી જ ગૌરીએ ઇન્ટીરીયર ડીઝાઇનર પર કામ શરુ કર્યું.