અંજીર એક અને તેનાથી અનેકવિધ ફાયદા થાય છે. અંજીર જલદી પચી જનારું અને મધુર છે. અંજીરમાં ૫૦% ટકાથી વધુ બિન હાનિકારક એવી કુદરતી ખંડ છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ગુણકારી છે. શરીરમાં થતી ફોલ્લીઓ કે ચાંદા જેવી ઉપાધિમાં અંજીરનું શરબત ખૂબ ફાયદો કરે છે.
અંજીરનો ગર ખંડ સુર્કામાં વાટી બાળકોને ચટાડવાથી ગળાનો સોજો ઉતારે છે. અને બાળકને ઘણી રાહત મળે છે. અંજીરમાં કેલશ્યમ, તંબુ, લોહ તેમજ વિટામિન “સી” હોવાથી નાના બાળકોને તે ખાવા આપવા. અંજીરના ઝાડના દુધમાં રૂ પલાડી દાઢના પોલાણમાં મૂકવાથી દર્દ મટે છે.
અંજીર બવાસીર, પગના અંગૂઠા, આંગળાં અને ઘૂંટીમાં થતા દર્દમાં લાભકારક છે. અંજીરથી બવાસીરની બીમારી મટે છે. સાંધાના દુખાવામાં પણ ફાયદાકારક છે. કાયમી કબજિયાતવાળા દર્દીઓ નરણે કોઠે અંજીર ખાવું, અથવા રાતે પા લીટર જેટલા દુધમાં એકાદ અંજીર બોળી સવારે નરમ થયેલું અંજીર દૂધ સહીત ખાઈ જવું એનાથી જૂની કબજિયાતની બીમારી મટે છે.
અંજીરને પાણીમાં ઉકાળી એ પાણી ઠંડું કરીને કોગળા કરવાથી પેઢા અને ગાળાની બળતરા કે મોઢામાં પડેલા છાલમાં ફાયદો થાય છે. અંજીરના ઝાડનું દૂધ જવના લોટમાં ભેળવી કોઢ ઉપર લગાડવાથી કોઢ આગળ વધતું નથી. સુકા અંજીર પાણીમાં લસોટી સાંધાના દુખાવા પર લેપ કરવાથી રાહત થાય છે.
વાઈના દર્દીઓ માટે અંજીર ઘણું લાભકારક છે. તે તરસ છિપાવે છે. આંતરડા નરમ બનાવે છે, પેશાબ લાવે છે, પાચન ક્રિયાને નિયમિત બનાવે છે અને ખોરાક હજમ થવામાં મદદ કરે છે. અંજીર પિત્તાશયની બળતરા અને દર્દ દૂર કરે છે. ગુરદાની પથારીમાં થોડા મહિના અંજીરનું સેવન કરવાથી પાથરી નીકળી જાય છે.
અંજીરનું સેવન કરતા રહેવાથી ભૂખ લાગે છે, સ્ત્રીઓને માસિક નિયમિત થાય છે, નાના બાળકની માતાનું દૂધ સુકાય ગયું હોય તો અંજીરનું સેવન ખૂબ ફાયદો કરે છે. તેનાથી ધાવણ વધે છે. કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. ચહેરો નિરખે છે, શરીરમાંથી ખરાબ અને નકામાં તત્વો પરસેવા વાટે બહાર નીકળી જાય છે.
અંજીર હદયને પુલકિત કરી ફેફસાંને બળ પૂરું પાડે છે. અંજીરના ઝાડની છાલ પણ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અંજીર શરીરમાં રહેલા ઝેરી તત્વોની અસર દૂર કરે છે. ગળાની બળતરા તથા ફેફસાંના સોજામાં અંજીર રાહત આપે છે. તાવ વાળા દર્દીના મોઢામાં અંજીરનો ગર આપવાથી તેનું મોઢું સુકાતું નથી. નરણે કોઠે અંજીર ખાવું ખૂબ ફાયદાકારક છે. પેટમાં ઘર કરી ગયેલી હવા (ગેસ) ને અંજીર દૂર કરે છે.
અંજીર ખોરાક પચાવવાનું ગુણ ધરાવે છે. પેટનો ઘેરાવ ઓછો કરે છે. અંજીર પથરી ઓગાળી શકે છે. અંજીરના ચાર-પાંચ માસના નિયમિત સેવનથી દૂઝતા બવાસીરના મસા ખરી જાય છે. બવાસીરની બીમારીમાં મસાના દર્દીને અપચો રહેતો હોય તો જમ્યા પહેલા અરર્ધા કલાક અંજીર ખાવું. પેટમાં ભાર જેવું લાગતું હોય તો જમ્યા પછી અંજીર ખાવું. સુકા અંજીરને તવા પર બાળીને તેની રાખનું મંજન દાંત ઉપર કરવાથી દાંતનો મેલ અને તેના પર જામી ગયેલી પીળાશ દૂર થાય છે.
બ્લડપ્રેસરના દર્દીઓ માટે અંજીર બહુ ગુણકારી છે. શરીરની વધારાની ચરબી ધીરે ધીરે દૂર કરીને શરીરનું જાડાપણું ઘટાડે છે. લોહીની ઓછપના લીધે જેમના હાથ -પગ સુન મારી જતા હોય તેઓને અંજીર ખાવાથી ફાયદો થશે. ઘડપણમાં શારીરિક નબળાઈના કારણે વારંવાર થાક લાગે, બેચેની થાય, આવી પરિસ્થિતિવાળા દર્દીઓને અંજીર ખાવાથી ફાયદો થશે. શરીર સ્વસ્થ રહેશે. ગુરદાના દર્દમાં અંજીરનું સેવન કરવાથી ગુરદામાં રહેલ ખરાબી દૂર થશે. પેશાબ અટકી-અટકીને આવતો હોય કે પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય તો અંજીર જરૂર ફાયદો કરશે.
અંજીર સાથે બદામનું સેવન કરવાથી પેટની ઘણી બીમારી દૂર થાય છે. શરીરનું મેદ ઘટાડવા ભારતીય તબીબો દરરોજ ત્રણ અંજીર ખાવાની ભલામણ કરે છે. શીતળાની બીમારીમાં અંજીર શરીરને જરૂરી પ્રતિકારક શક્તિ પૂરી પડે છે. યુનાની તબીબો કોઢ અને રક્તપિત્તની દવામાં મુખ્યત્વે અંજીરનો ઉપયોગ કરે છે. તબીબો કોઢ-રક્તપિત્ત ની બીમારીવાળા દર્દીને અંજીરના છોતરાં ગુલાબના પાણીમાં વાટીને ડાઘ પર લગાડવાની અને સાથે અડધો છટાંક અંજીર ખાવાની ભલામણ કરે છે. સ્ત્રીઓ માટે પણ અંજીર ગુણકારી છે, માતાનું ધાવણ વધારે છે, માસિક નિયમિત કરે છે.