વીડિયો શેયરિંગ વેબસાઇટ યૂટ્યૂબે પોતાની વેબસાઇટમાં નવી 15 ભાષાઓ એડ કરી છે. Engadget.com પ્રમાણે ગૂગલની આ વીડિયો શેયરીંગ વેબસાઇટે પોતાની કુલ સર્ચ કરાતી ભાષાઓમાં બીજી નવી 15 ભાષાઓને એડ કરી છે. હવે યૂટ્યૂબ કુલ 76 ભાષાઓ સપોર્ટ કરે છે. યૂટ્યૂબ પ્રમાણે 95 ટકા ઇંટરનેટ યુઝર્સની માતૃભાષા હશે.
આ 76 ભાષાઓમાં સાઇટનુ નેવિગેશન અને ટ્રાન્સલેશન માટે છે. યુઝર જે પણ ભાષાને સિલેક્ટ કરવાથી વેબસાઇટ લિંક, ટેક્સ્ટ અને બટનમાં તે ભાષા આવી જશે. યૂટ્યૂબ વીડિયો કેપ્શન પહેલેથી 165 ભાષાઓમાં જોઇ અને લખી શકાય છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર