વિદ્યાર્થીઓની યાદશક્તિ અને પરીક્ષા માટે કેટલીક સરળ અને સચોટ વાસ્તુ ટીપ્સ…

આજના સમયમાં વિદ્યાર્થીઓ ભણવાનું ખૂબ જ ટેન્શન લેતા હોય છે અને તેને કારણે તેઓ ખૂબ જ પ્રેશરમાં રહે છે. આખો અભ્યાસક્રમ તૈયાર કરવાનો અને પરીક્ષાના આગલા દિવસોમાં એ બધાનું એક વાર પુનરાવર્તન કરવાનું. એમાં પણ, જો ધાર્યા પ્રમાણે પરીક્ષા ન જાય, તો વિદ્યાર્થીઓની બેચેની પણ વધી જાય છે. આથી, માતાપિતાએ આવી પરિસ્થિતિમાં બાળકોને સપોર્ટ કરવો જોઈએ તેમજ તેઓને શાંત રહેવાની સલાહ આપવી જોઈએ.
આજે અમે આવી પરિસ્થિતિ માટે મદદરૂપ થાય એવી કેટલીક વાસ્તુ ટીપ્સ લાવ્યાં છીએ જે તમારા છોકરાનું સ્ટ્રેસ ઓછું કરવામાં મદદ કરશે. ૧
૧. તમારા ઘરનો ઉત્તર દિશા તરફ આવેલો અરિયા એકદમ ચોખ્ખો રાખવો.
૨. બેડરૂમમાં અરીસો મૂકવાનું ટાળો. ફક્ત આટલું જ નહિ, દક્ષિણ તેમજ પશ્ચિમ દિશામાં આવેલી દિવાલ ઉપર પણ અરીસો ન મૂકવો.
૩. વિદ્યાર્થીઓ માટે સલાહ છે કે પશ્ચિમ અથવા ઉત્તર દિશા તરફ માથું રાખીને ન ઊંઘવું.
૪. તમારું સ્ટડી ટેબલ ઉપર કોઈ પણ પ્રકારની નકામી વસ્તુઓ જેમ કે નકામા કાગળો અથવા નકામી ચોપડીઓ ન રાખવી. તેને એકદમ ચોખ્ખું રાખવું.
૫. પરીક્ષા દરમિયાન કોઈ પણ વ્યક્તિને તમારું સ્ટડી ટેબલ કે પછી બેડ વાપરવા ન દો. કારણ કે દરેક વ્યક્તિ જોડે અલગ ઓરા હોય છે જે વિદ્યાર્થીની એનર્જી ઉપર અસર બતાવી શકે છે.
૬. તમારું બાળક જે રૂમમાં ભણે છે ત્યાં લીલા અને પીળા કલરનો ઉપયોગ કરો જેમ કે ઓશિકાનું કવર, ચાદર, પડદાઓ, કપડા વગેરે.

લેખન સંકલન : યશ મોદી

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,702 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>