આજે મોબાઇલ લોકોના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. દિવસે ને દિવસે સ્માર્ટફોન માર્કેટમાં એવા એવા ફોન્સ અને અપડેટ આવતા રહે છે કે બસ આપણે તેની સાથે જ જોડાઈ રહીએ છીએ. અન્ન, વસ્ત્ર અને મકાન ને આપણા દેશમાં લોકોની પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. જોકે એકવીસમી સદીમાં આ ત્રણ વસ્તુ સાથે ‘મોબાઇલ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
* આજે મધ્યમ વર્ગમાંથી વ્યક્તિ આવતો હોય કે ઘણીક વર્ગમાંથી પણ સ્માર્ટફોન તો બધા જ પાસે હોય છે. આને સેલ ફોન, સેલ્યુલર ફોન, સેલ, વાયરલેસ ફોન, સેલ્યુલર ટેલિફોન, મોબાઇલ ટેલિફોન અથવા સેલ ટેલિફોનના નામે ઓળખવામાં આવે છે.
* મોબાઇલ ફોન બનાવવા નો પ્રયાસ બીજા વિશ્વયુદ્ધ પછી જ શરુ થઇ ગયો હતો. વર્ષ 1947 માં અમેરિકામાં ‘બેલ લેબ્સ’ એ મોબાઇલ ફોન બનાવવાનો વિચાર આપ્યો હતો. જોકે, આ કંપની ગાડીઓ માટે ફોન બનાવવા માંગતી હતી. આના માટે લગભગ 12 કિલોગ્રામ સુધીના સાધનોની જરૂરત પડે તેમ હતી.
* જયારે બીજી બાજુ મોટોરોલા કંપનીના એન્જિનિયર ‘માર્ટિન કૂપર’ નામના વ્યક્તિએ પણ એક આઈડિયા આપ્યો, જે તે સમયે ‘બેલ લેબ્સ’ કંપનીના પ્રતિયોગી (હરીફ) હતા.
* માર્ટિન કૂપર દ્વારા 1973 ના રોજ વિશ્વના પ્રથમ મોબાઇલ ફોનને લોન્ચ કરવામાં આવ્યું. આ ફોનને ‘મોટોરોલા ડાયનાટેક’ ના નામે લોન્ચ કરવામાં આવ્યો.
* મોટોરોલાના આ પહેલા સ્માર્ટફોનની લંબાઈ 10 ઇંચ અને વજન લગભગ 1 કિલોની નજીક હતો.
* સોનીનો નવો સ્માર્ટફોન ‘એક્સપિરીયા ઝેડ’ પાણીમાં પડવાથી પણ ખરાબ નથી થતો. ઉપરાંત આ કંપનીના કેમેરાના માધ્યમે એચડીઆર વિડિઓ પણ તમે રેકોર્ડ કરી શકો છો.
* દુનિયાનો સૌથી મોંધો સ્માર્ટફોન ‘સ્ટોટ હ્યુજ ડાયમંડ રોઝ આઈફોન ૪’ છે, જેની કિંમત 7,850,000 ડોલર છે. આ સ્માર્ટફોનમાં 100 કેરેટના 500 ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આ ફોનનું બેક કવર ‘રોઝ ગોલ્ડ’ થી બનેલ છે. જયારે એપ્પલનો લોગો 53 ડાયમંડથી બનેલ છે.
* નોકિયા નો 1100 મોબાઇલ ફોન અત્યાર સુધી સૌથી વધાર વેચાયેલ સ્માર્ટફોન છે. આ મોબાઈલનું વેચાણ 250 મિલિયન કરતાં પણ વધુ છે. મોબાઇલની હિસ્ટ્રીમાં આ એક રેકોર્ડ છે.
* ‘સોનીમ એક્સપી 3300 (XP3300)’ વિશ્વનો સૌથી શક્તિશાળી સ્માર્ટફોન છે. જેનું નામ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ માં પણ શામેલ છે. આ ફોનને 84 ફુટની ઉંચાઈથી ફેકવામાં આવ્યો હતો છતાં તે ખરાબ નહોતો થયો. ઉપરાંત આ ફોનને પાણીમાં 2 મીટર સુધી રાખવાથી પણ ખરાબ નહોતો થયો.
* જાપાનમાં 90 ટકા લોકો વોટરપ્રૂફ મોબાઇલનો ઉપયોગ કરે છે. કારણકે જાપાન ના લોકો ન્હાતા સમયે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે.
* તમને જાણીને નવાઈ લાગશે કે 70 ટકા મોબાઇલ ચાઇનામાં બને છે.
* ભારતમાં ટોઇલેટ કરતા પણ વધુ મોબાઇલ ફોન્સ છે.
* આજકાલના મોબાઈલમાં નેટ બેન્કિંગ, વેબ સર્ફિંગ, વિડિયો સ્ટ્રીમિંગ અને વિડિયો ગેમ્સ વગેરેની સુવિધા તમે પ્રાપ્ત કરી શકો છો.
* જેમ્સ બોન્ડે પોતાની પહેલી ફિલ્મમાં ‘સોની એરિક્સન JB988’ નો પ્રયોગ કર્યો હતો. આ ફોનથી તમે માત્ર કોલ જ નહોતા કરી શકતા પરંતુ આમાં એક્સ્ટ્રા ફીચર્સ પણ જોડાયેલ હતા. જેમકે ફિંગરપ્રિન્ટ લેવી, રીમોટ કંટ્રોલનું કામ કરવું વગેરે….