જી હા, તમે બરાબર સાંભળ્યું છે. બોલીવુડનો ક્રિશ એટલેકે હ્રીતિક રોશન યામિ ગૌતમ સાથે આવનારી પોતાની અપકમિંગ ફિલ્મ ‘કાબીલ’ ના એક આઈટમ સોંગમાં ‘સનમ રે’ ની અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે ડાન્સ કરતા જોવા મળશે.
આ આઈટમ સોંગની ટેગ લાઈન ‘સારા ઝમાના હસીનો કા દીવાના’ છે, જે ફિલ્મ ‘યારાના’ નું છે. એટલેકે આ સોંગને રીક્રીયેટ કરવામાં આવશે.
૧૯૮૧માં આવેલ આ સોંગમાં અમિતાભ બચ્ચન હતા. જાણકારી અનુસાર હ્રીતિક રોશન ‘મિસ યુનિવર્સ’ નો ખિતાબ જીતનાર અને બોલોવુડમાં ‘સિંગ સાબ ધ ગ્રેટ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ઉર્વશી રૌતેલાના ‘દીવાના’ બનશે.
હ્રીતિક ને બીટાઉન નો સૌથી બેસ્ટ ડાન્સર માનવામાં આવે છે. આ ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તા છે. ઉર્વશી આમાં સ્પેશીયલ અપેયરંસ તરીકે દેખાશે. હ્રીતિક રોશનની આ ફિલ્મમાં તેની કો-સ્ટાર તરીકે યામિ ગૌતમ સ્ક્રીન શેર કરશે. આ ૨૬ જાન્યુઆરી ના રોજ રીલીઝ થશે.