whatsapp લોન્ચ કરશે ટ્રાઇવિંગ મોડ ફિચર, એપ મેસેજ વાંચીને સંભળાવશે

whatsapp launches traivinga mode feature, the app will read the message

દુનિયાની સૌથી પોપ્યુલર સોશ્યલ મેસેજિંગ એપ વોસ્ટએપ ફરી એક વખત પોતાના વોઇસ કોલિંગ ફિચર ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ કંપનીએ પોતાનુ વોઇસ કોલિંગ ફિચર લોન્ચ કર્યુ છે જો કે તેમાં યુઝર્સનો ઓટલા બધો સારો પ્રતિસાદ નથી મળ્યો. પરંતુ ફરી એક વખત કંપનીએ વોઇસ કોલિંગ વાયા સ્કાઇપ અને વોટ્સએપ ટ્રાઇવિંગ મોડ ફિચરને લઇને ચર્ચામાં છે. મળતા સમાચારો પ્રમાણે વોટ્સએપ આગામી થોડાકજ સમયમાં એક નવુ ફિચર લોન્ચ કરવા જઇ રહ્યુ છે. વોટ્સએપના આ ફિચરનુ નામ ‘ટ્રાઇવિંગ મોડ’ હશે.

કેવી રીતે કામ કરશે આ ફિચર

કેટલીક વખત એવુ બનતુ હોય છે કે તમે કામમાં હોવ અને તમારો ફોન ક્યાંક પડ્યો હોય છે. એવામાં જો કોઇ તમને સતત વોટ્સએપ મેસેજ મોકલી રહ્યો હોય તો પણ તમે વાંચી શકતા નછી. પરંતુ વોટ્સએપના આ ફિચરના આવવાથી એ સમસ્યા પણ દુર થઇ જશે. તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ મેસેજને એપ ખુદ વાંચીને સંભળાવશે. વોટ્સએપ આ ડ્રાઇવિંગ મોડ ફિચર જલ્દીથી આવી રહી છે. એક અંગ્રેજી વેબસાઇટ મેકટેકબ્લોગનો ખુલાસો કર્યો છે કે વોટ્સએપ હવે કેટલાક નવા ફિચર્સ લોન્ચ કરશે. જેમાં ટ્રાઇવિંગ મોડ મુખ્ય છે. હાલમાં આ ફિચર વિશે વધારે જાણકારી નથી મળી રહી.

whatsapp launches traivinga mode feature, the app will read the message

કંપનીનુ શુ કહેવુ છે

વર્ષ 2014માં વોટ્સએપ વોઇસ કોલિંગ ફિચરની લોન્ચની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. પરંતુ તે સમયે વોસ્ટએપના સીઇઓએ જણાવ્યુ હતુ કે આ કંપની આ ફિચર 2015માં લોન્ચ કરશે. કંપની અત્યારે વોટ્સએપ વોઇસ કોલિંગ વાયા સ્કાઇપ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ફિચર. કંપનીના આ પ્રોજેક્ટના કેટલાક કોડિંગ પણ લીક થયા છે. આ ફિચરમાં વોટ્સએપ તમને સ્કાઇપની મદદથી ડાયરેક્ટ કોલ કરવાની ફેસિલીટી આપશે. વોટ્સએપ વોઇસ કોલિંગમાં તમને કોલ મ્યુટ, કોલ હોલ્ડ, કોલ બેક, કોલ મીઇન, કોલબેક મેસેજ, કોલ વાયા સ્કાઇપ, કોલ નોટિફિકેશન, સેપરેટ સ્ક્રિન ફોર કોલ લોગ્સ જેવા ફિચર્સ છે. વોટ્સએપના આ ફિચર્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે જોકે આ વર્ષના અંત સુધીમાં વિન્ડોઝ પર પણ આ તમામ ફિચર્સ આવી જશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,985 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 1