લગભગ બધાના જ સ્માર્ટફોનમાં Whatsapp app ચોક્કસ હોય છે. વર્ષ ૨૦૧૪ માં Whatsapp ને ફેસબુકે ખરીદી લીધી. આજે આના એક બીલીયંસ કરતા પણ વધારે યુઝર્સ છે.
આ એટલી બધી પોપ્યુલર છે કે મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ સૌપ્રથમ Whatsapp ના દર્શન કરતા હોય છે.
આજે સોશિયલ મીડિયાઓનો જમાનો આવી ગયો છે. એજ્યુકેટેડ હોય કે નન- એજ્યુકેટેડ પિપલ. બધા જ ફેસબુક અને Whatsapp નો ઉપયોગ કરતા જ હોય. Whatsapp માં પણ એવી ઘણી નાની નાની ટ્રીક્સ આવતી હોય છે જેના અંગે આપણે અજાણ હોઈએ છીએ.
આવી ટ્રીક્સ માંથી એક છે લાસ્ટ સીન ન બદલવાની ટ્રીક. ચાલો આના વિષે જાણીએ.
Whatsapp બાય ડીફોલ્ટ લાસ્ટ સીન અને રીડ રિસીટનું ઓપ્શન ઓન રાખે છે. જોકે, આ સમસ્યા માટે સૌથી સારો ઉપાય એ છે કે તમે તમારું ઈંટરનેટ બંધ કરી દો. એટલેકે નેટ ઓફ. હવે Whatsapp ખોલો અને તમારા ફ્રેન્ડના મેસેજ વાંચી લો. તમે તેમને રીપ્લાઈ પણ કરી શકો છો.
હવે તમારું ઈંટરનેટ ચાલુ કરો અને જુઓ કમાલ. તમારો મેસેજ તો ચાલ્યો જશે પણ લાસ્ટ સીન નહિ બદલાય. છે ને અમેઝિંગ ટ્રીક. આને ચોક્કસ એકવાર અજમાવી જુઓ. તમને જરૂર પસંદ આવશે.