Whatsapp એ નવું અપડેટ રીલિઝ કર્યું છે, જેમાં ક્વિક રિપ્લાય ફીચર એડ કર્યું છે. આના માધ્યમથી યુઝર નોટિફિકેશન બારથી રિપ્લાય કરી શકે છે.
આ ફીચરની એક મોટી ખાસીયત એ છે કે, આ એ લોકો માટે ફાયદાકારક બની શકે છે જે વોટ્સએપ પર ઑનલાઇન દેખાયા વગર બીજાના મેસેજના જવાબ દેવા માંગતા હોય. જો Last seen પણ નો દેખાય તો યુઝર્સ માટે ખુબ મોટી વાત છે કારણકે આમાં લાસ્ટ સીન હાઈડ કરવાની જરૂર પણ નથી.
ક્વિક રિપ્લાય ફીચરની સૌથી મોટી ખાસિયત
આ ફીચરના માધ્યમે તમે કોઈના મેસેજના જવાબ આપશો તો વોટ્સએપના કોઇપણ યુઝર્સને તમે ઓનલાઈન નહિ જોઈ શકો. સાથે જ તમારૂ લાસ્ટ સીન પણ ત્યારનું જ દેખાશે જયારે તમે છેલ્લી વાર વોટ્સએપ ખોલ્યું હતું.
એટલેકે તમારા મિત્રોને તેમના મેસેજનો જવાબ પણ તમે આપી દીધો અને તમારા કોન્ટેક્ટસ ના બીજા લોકોને એ ખબર પણ નહિ હોય કે તમે ઓનલાઈન પણ હતા.
ઉદાહરણ તરીકે, તમારા મિત્રનો વોટ્સએપ મેસેજ આવ્યો અને તમે ક્વિક રિપ્લાયના માધ્યમે તેનો જવાબ આપો છો. અહી આશ્ચર્યજનકની વાત છે કે તમે તેનો જવાબ આપતી વખતે પણ ઓનલાઈન નહિ દેખાવ અને તમારો લાસ્ટ સીન પણ નહિ દેખાય.
નોંધનીય છે કે વોટ્સએપનું આ ફીચર ફક્ત iOS યુઝર્સ માટે જ છે. એટલા માટે આ હિડેન ફીચર નો ફાયદો અત્યારે ફક્ત તેમને જ મળશે. એન્ડ્રોઇડ યુઝર્સ માં અત્યારે આ ફીચર વિષે કોઈ જાણકારી નથી.