Whats App પર મેસેજ વાંચ્યો છે તે છૂપાવવાની આવી ગઈ નવી પદ્ધતિ, જાણો એક ક્લિકે

whatsapp1_5

આ મહિનાની શરૂઆતમાં વોટ્સએપ દ્વારા એક નવુ ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું. વોટ્સએપના આ નવા ફિચરથી લોકો જાણી શકતા કે તેમનો મેસેજ વંચાયો છે કે નહિ, પરંતુ હવે વોટ્સએપ દ્વારા એક નવુ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમે વોટ્સએપ મેસેજ વાંચ્યો છે તે વાત પણ તમે છુપાવી શકો છો. એટલે હવે તમે મેસેજ વાંચ્યો છે કે નહિં તે અન્ય કોઈ વ્યક્તિ પણ જાણી શકશે.

વોટ્સએપનો મેસેજ મોકલવામાં આવે એટલે તેની સામે એક બ્લેક રંગની ટીક આવી જાય છે. તેનો અર્થ થાય છે કે તમારો મેસેજ વોટ્સએપ સર્વર સુધી પહોંચી ગયો છે. ત્યારપછી તે ડબલ ટીક થઈ જાય છે તેથી તેનો અર્થ એવો કરવામાં આવે છે કે તમે જેને મેસેજ મોકલ્યો છે તે તેમના ફોનમાં પહોંચી ગયો છે. વોટ્સએપે મહિનાની શરૂઆતમાં એક નવુ ફિચર નાખ્યું છે જેમાં તે ડબલ ટીક બ્લુ રંગની થઈ જાય તો સમજવુ કે તમારો મેસેજ સામે વાળી વ્યક્તિએ વાંચી લીધો છે.

આમ, વોટ્સએપના નવા ફિચરના કારણે વોટ્સએપ પર મેસેજ નથી વાંચ્યો તે બહાનુ કાઠતા લોકો ખૂબ પરેશાન થઈ ગયા હતાં. વોટ્સએપે આ પ્રમાણેના લોકોની પરેશાની સમજીને હવે આ ફિચરને હટાવવાનો ઓપ્શન આપી દીધો છે. વોટ્સએપનું આ ઓપ્શન અપનાવા માટે સેટિંગ્સમાં એકાઉન્ટમાં જઈને પ્રાઈવેસીમાં Read Receipts દેખવા મળશે. તેની સામે બોકેસને ચેક-અનચેક કરીને તમે આ ફિચર અમલમાં મુકી શકો છો. પરંતુ જો તમે આ ફિચરને એક્ટીવ કરશો તો સામે વાળા યુઝર્સ કે ગ્રૂપના લોકોએ પણ તમારો મેસેજ વાંચ્યો છે કે નહિ તે તમે જાણી શકશો નહિ. ગ્રૂપ ચેટ માટે આ ફિચરને બંધ કરી શકાશે નહિ.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,153 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>