700 મિલિયન ડેલી એક્ટિવ યુઝર્સની સાથે હવે વોટ્સઅપે લાંબા સમય સુધી ચર્ચામાં રહેલા ફીચરને આખરે લોન્ચ કરી દીધું છે. વોટ્સઅપના ડેસ્કટોપ વર્ઝનને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સ પોતાના મોબાઇલ વર્ઝનને વોટ્સઅપને પીસી અને લેપટોપમાં વાપરી શકે છે. વોટ્સઅપની આ નવી સર્વિસને વોટ્સઅપ વેબના નામથી લોન્ચ કરવામાં આવી છે. એક બ્લોગ પોસ્ટની મદદથી કંપનીએ આ અપડેટ્સને વિશેની જાણકારી આપી છે. જે સર્વિસને વોટ્સઅપ મિરર કહી શકાય છે. શું છે નવું વર્ઝન વોટ્સઅપનું નવું વર્ઝન ખાસ કરીને મોબાઇલના વર્ઝનનું એક્સટેન્શન છે, જેના માટે કોઇ સોફ્ટવેર પીસીમાં ડાઉનલોડ કરવું પડશે નહીં. એક ખાસ ટેક્નોલોજીની મદદથી ફોનના વોટ્સઅપ વર્ઝનની એક કોપી કમ્પ્યુટરમાં કામ કરવા લાગે છે. આ દરેક મેસેજને ફોનમાં લાઇવ રહે છે અને સાથે કમ્પ્યુટર કે લેપટોપમાં પણ જોઇ શકાય છે.
- પહેલાં https://web.whatsapp.com/ ને ગૂગલ ક્રોમમાં ઓપન કરો. આ નવું વર્ઝન ફક્ત ગૂગલ ક્રોમમાં જ ચાલી શકે છે.
- ત્યારબાદ આપને એક કોડ મળશે અને તેને તમે ફોનની મદદથી સ્કેન કરીને લોગઇન કરી શકો છો.
- કોડને સ્કેન કરવાને માટે વોટ્સઅપ અને વોટ્સઅપ વેબનો સંપર્ક કરી શકાય છે. એન્ડ્રોઇડ, વિન્ડોઝ ફોન, બ્લેકબેરી અને નોકિયા S60ને યુઝર્સ વોટ્સઅપ વેબના મેનું માં અને બ્લેકબેરી 10 યુઝર્સ સ્વાઇપ ડાઉન કરીને ટોપથી એપને સ્ક્રીન કરીને યુઝ કરી શકે છે. ટેપ ઓન અને સ્ક્રેન QRકોડ મળતાંની સાથે તે કમ્પ્યુટર પર ઓપન થઇ જાય છે.
- વોટ્સઅપને ફોન સાથે કનેક્ટ કરતાં તમારા મેસેજ સિંક્રોનાઇઝ થઇ જાય છે. તેમાં તમારા ફોનના એક્સટેન્શન હોય છે. વેબ બ્રાઉઝર મિરર કર્ન્વશેન અને મેસેજને મોબાઇલ ડિવાઇસ સાથે જોડી શકાય છે. તેનો અર્થ એ છે કે તમારા મેસેજને તમારા ફોન સાથે લાઇવ કરી શકાય છે.
- આ તમામ સ્ટેપને ફોલો કર્યા બાદ નવી ચેટને તમારા કમ્પ્યુટર સાથે ઓપરેટ કરી શકો છો. તમારા ફોનને માટે તેની સાથે ઇન્ટરનેટ કે વોટ્સઅપને ડેસ્કટોપ સાથે કનેક્ટેડ રાખવું જરૂરી છે.
સૌ પહેલાં અપડેટ કરો વોટ્સઅપનું નવું વર્ઝન વોટ્સઅપની વેબ સર્વિસનો ઉપયોગ કરવાને માટે યુઝર્સે પહેલાં આ અપડેટેડ વર્ઝનને ફોનમાં ઇનસ્ટોલ કરવાનું રહેશે. વોટ્સઅપનો ઉપયોગ કરનારા એન્ડ્રોઇડ, બ્લેકબેરી અને વિન્ડોઝને એપને અપડેટ કરવાનું રહેશે, તેના માટે તેઓ અધિકારિક સાઇટ પર જઇ શકે છે. હાલમાં ios યુઝર્સને માટે આ સુવિધા આવી નથી, એપલ યુઝર્સ સિસ્ટમ પર વોટ્સઅપને ઇન્સ્ટોલ કરી શકશે નહીં અને ક્યાં સુધીમાં આ સુવિધા તેમને મળશે તેની કોઇ માહિતિ આપવામાં આવી નથી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર