કહેવાય છે કે મૃત્યુ પછી લોકોને શાંતિ મળે છે. પરંતુ ગ્વાટેમાલા માં ભાડાના કબ્રસ્તાનમાં મૃતદેહોને આ સુખથી વંચિત છે. આજે અમે તમને આ અનોખા કબ્રસ્તાન વિષે થોડી જાણકારી આપવાના છીએ. અમે જે શહેરની વાત કરી રહ્યા છીએ તે શહેરનું નામ ‘ગ્વાટેમાલા’ છે. ગ્વાટેમાલા માં કબ્રસ્તાન માટે બહુમાળી ઈમારતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ જગ્યાએ દર મહીને મૃતદેહોના પરિવારજનો ને શવ નું ભાડું ચુકવવું પડે છે.
અહી એવો નિયમ બનાવેલ છે કે જે મહીને ટાઇમ પર શવનું ભાડું જો ન આવે તો તેને આ જગ્યાથી ઊંચકીને બહાર ફેકી દેવામાં આવે.
ખરેખર, ગ્વાટેમાલા માં જગ્યા ખુબજ ઓછી છે એટલે જ અહી શવ માટે બહુમાળી ઈમારતોનો સહારો લેવો પડે છે. અહી એક ની ઉપર એક એમ લાશો ગોઠવેલી હોય છે. જો સમયે ભાડું ન આપવામાં આવે તો શવને સામૂહિક કબરમાં નાખીને તેની જગ્યાએ બીજી લાશને દફનાવવામાં આવે છે.
અહી કબરોનું ભાડું ખુબ મોંધુ છે, તેથી મૃતકોના પરિવારોએ હંમેશા ચિંતા રહેતી હોય છે કે ક્યારે તેમનું શવ બહાર કાઢી નાખશે. વહીવટકર્તા મુજબ અહી રહેવા માટેની જગ્યા ઓછી છે અને વસ્તી વધારે છે જેમાં કારણે અહી બહુમાળી ઈમારતોનોમાં કબરોનું ચલન છે. ધનવાન લોકો માટે અહી ભાડું ભરવું સહેલું છે પણ પણ ગરીબ લોકો માટે આ અધરું છે. અહી જીવતા તો લોકોને શાંતિ પ્રાપ્ત નથી થતી પણ મરતા પણ નહિ. આ દેશ ખુબ જ ગરીબ છે. તેથી ગરીબ લોકોને શવ કબ્રસ્તાનમાં મુકવા માટે પુરતા પૈસા નથી હોતા.