મોબાઈલ ફોન ઉત્પાદક કંપની વિવો એ પોતાની વી સીરીઝના બે નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા છે, જેનું નામ છે ‘વિવો V3’ અને ‘વિવો V3Max’. કંપનીએ આ સ્માર્ટફોન્સ ની કિંમત જણાવી દીધી છે. વિવો V3 ની પ્રાઈઝ 17,980 રૂપિયા અને વિવો V3Max ની પ્રાઈઝ 23,980 રૂપિયા રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે IPL સીઝન 9 ની ટાઇટલ સ્પોન્સર કંપની પણ Vivo જ છે. Vivo કંપનીએ ભારતમાં બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ ને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે આ ફોન પ્રીમિયર ફીચર્સની સાથે ઝડપી પ્રોસેસર થી ભરપૂર છે. આ બંને સ્માર્ટફોન માં ઝડપી ફિંગરપ્રિન્ટ અનલોકિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. વીવોના આ બંને પ્રીમિયર ફીચર્સ વાળા ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપરાંત 13 મેગાપિક્સલ નો રીયર કેમેરો આપવામાં આવ્યો છે.
કંપનીએ દાવો કર્યો છે કે આમાં સ્પ્લિટ સ્ક્રીન ફીચર છે જેના માધ્યમે એક વખતમાં બે કામ કરી શકીએ છીએ. એટલેકે વિડિયો જોતા જોતા ચેટીંગ પણ કરી શકાય છે.
આ સ્માર્ટફોન્સ વિષે કંપનીએ જણાવ્યું કે Vivo V3 માં ઓક્ટા કોર સ્નેપડ્રેગન 616 પ્રોસેસર અને 5 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત V3 માં 2550 mAh ની બેટરી 3GB રેમ અને 16GB ની મેમરી આપવામાં આવી છે.
Vivo V3Max ના ફીચર્સની વાત કરીએ તો આમાં 1.8 ગીગાહર્ટ્ઝ ક્યુઅલકોમ સ્નેપડ્રેગનમાં પ્રોસેસર 652 અને 5.5 ઇંચનું એચડી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. 3000 mAh ની આયન બેટરી, 4GB ની રેમ અને 32GB ની મેમરી આપવામાં આવી છે, જેને 128 જીબી સુધી વધારી શકાય છે.
આ ઉપરાંત કંપની જણાવે છે કે અમારા બંને સ્માર્ટફોન્સ માં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા, 13 મેગાપિક્સલ નો રીયર કેમેરો આપવામાં આવ્યો છે અને આ 5.1.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.