અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં, અને ત્યાંથી જ એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણસાથે લઈ જતું. એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં. કુટુંબનો એક નાનો છોકરો આ બધું જોતો. એના એકલાના નામની જ કોઈ ટપાલ આવતી નહિં. એક દિવસ એણે એના પિતાના સેક્રેટરીને કહ્યું, મને મારૂં નામ અને સરનામું લખેલાં, ટપાલ ટીકીટ ચોંટાડેલાં થોડાં પરબિડિયાં તૈયાર કરી આપો. સેક્રેટરીએ એ કરી આપ્યાં. પછીએ છોકરો રોજ પોતે જ પોતાને પત્ર લખી, પરબિડિયાંમાં નાખી, નજીકના પોસ્ટ બોક્ષમાં નાખી આવતો. બધાની ટપાલ સાથે એની પણ ટપાલ આવવા લાગી. બધાની જેમ એ પણ પરબિડિયું ખોલીપોતાની ટપાલ વાંચતો. એના પિતાએ બે-ત્રણ દિવસ આ જોયું, પછી એક દિવસ પૂછ્યું, “તને રોજ ટપાલ કોણ લખે છે?” બાળકે હકીકત સમજાવી, તો એના પિતા હસી પડ્યા.
એ બાળક એટલે આપણા મહાન ગુજરાતી અવકાશ વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઈ.
ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દીની ઈસરો એક વર્ષ સુધી ઉજવણી કરશે. ઈસરોએ દેશના 100 શહેરમાં આખું વર્ષ 100થી પણ વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વિક્રમ સારાભાઈનો જન્મ 12મી ઓગસ્ટ, 1919ના રોજ ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદના ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો, જેથી ઈસરો પણ આ ઉજવણી 12મી ઓગસ્ટથી શરૂ કરશે.“વિજ્ઞાન એ સાધ્ય છે, પણ સાધન નથી. વિજ્ઞાન એ અધ્યાત્મ નો એક યજ્ઞ છે.”
સ્વિટ્ઝર્લૅન્ડ -જીનીવા ની અણુ પરિષદ માં પોતાના વક્તવ્ય દરમ્યાન આ શ્રેષ્ઠ વાક્ય બોલનાર આ સવાયા ગુજરાતી ડૉ. વિક્રમ સારા ભાઈ ના જન્મ શતાબ્દિ ના આ દિવસે ચાલો જોઈએ એમનું જીવન.બાળપણ
વિક્રમભાઈ કોઈશાળામાં જઈને ભણ્યા ન હતા. એ જમાનામાં તેમના માતા એ બ્રિટીશ શિક્ષણવિદ્ મેડમ મોન્ટેસરીથી પ્રભાવિત થઈને બાળકોને પણ ઘરમાં જ શિક્ષણ આપ્યું. શહેરનાઉત્તમ શિક્ષકો એમને ભણાવવા આવતા. External વિદ્યાર્થી તરીકે એમણે મેટ્રીકની પરીક્ષા પસાર કરી.માતાપિતા મહાત્મા ગાંધીના પણ ચુસ્ત સમર્થક. વળી, ઘરમાં પણ ઉદ્યોગપતિઓની સાથે ટાગોર, જે. કૃષ્ણમૂર્તિ, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, મૌલાના આઝાદ અને સી. વી. રમન જેવા જુદા જુદા ક્ષેત્રોના ધુરંધરોની આવનજાવન, જેની નાનકડા વિક્રમ પર ઘેરી અસર થઈ. ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ વિક્રમ સારાભાઈને નાનપણથી જ મશીનોમાં રસ પડતો. કિશોરવયે જ તેમણે ટોય ટ્રેન કિટ પરથી પ્રેરણા લઈને ટ્રેક સાથેની આગગાડી બનાવી હતી, જે આજેય અમદાવાદ સ્થિત કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જોવા મળે છે.વિશેષ ભણતર અને કારકીર્દીબે વર્ષ અમદાવાદની એકકોલેજમાં વિજ્ઞાન શાખામાં અભ્યાસ કરી, વધારે અભ્યાસ કરવાઈંગ્લેન્ડ ગયા. ૧૯૩૯ માં ૨૦ વર્ષની વયે કેંબ્રિજ યુનિવર્સીટીમાંથીગ્રેજ્યુએટ થયા. ત્યાં જ પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ શરૂ કર્યો ત્યારે બીજુવિશ્વયુધ્ધ શરૂ થઈ જતાં એમને ભારત પાછા ફરવું પડ્યું.
તેમણે 1942માં ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સારાભાઈ સાથે લગ્ન કર્યા,
જેના થકી તેમને મલ્લિકા અને કાર્તિકેય એમ બે સંતાન છે.
સ્વદેશઆવી તેમણે બેંગલોરની વિશ્વ વિખ્યાત Indian Institute of Science માં જોડાઈ, ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. સી. વી. રામન (નીચેના ફોટા માં) ના માર્ગદર્શનહેઠળ કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૪૧ થી ૧૯૪૭ સુધી ત્યાં કામ કરી યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ‘કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ’ એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અહીં એમનો પરિચય ભારતના બીજામહાન વૈજ્ઞાનિક ડો. હોમી ભાભા સાથે થયો.
અમદાવાદના ઘરમાં શરૂ થયો ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામ
નોબેલ પારિતોષિક વિજેતા (ઉપર ના ફોટો માં) ડૉ. સી.વી. રામન ના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં તેઓએ કૉસ્મીક રેઝ નો અભ્યાસ કર્યો. તેમની સોલર ફીઝીક્સ અને કૉસ્મીક રેઝ પ્રત્યેની જીજ્ઞાસા અને લગાવને લીધે દેશ આઝાદ થતાં જ, 1947માં, ડૉ. વિક્રમ સારાભાઈએ રાત-દિવસ કામ કરીને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. અમદાવાદના શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલૉના એક રૂમને વિક્રમ સારાભાઈએ ઓફિસમાં ફેરવી દીધો. ત્યાં તેમણે (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી) પી.આર.એલ.નું કામ શરૂ કર્યું. આજેય આ સંસ્થા સ્પેસ અને એલાઈડ સાયન્સની અગ્રણી સંસ્થા ગણાય છે. આ સંસ્થા થકી દેશને અનેક મહાન વિજ્ઞાનીઓ મળ્યા છે.
વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું. એમના કુટુંબના કાપડ ઉદ્યોગને સહાયભૂત થવા એમણેઅમદાવાદમાં ATIRA નામની સંસ્થાની સ્થાપના બીજા ઉદ્યોગપતિકસ્તુરભાઈ લાલભાઈની સાથે મળીને કરી. અમદાવદમાં IIM (ઈન્ડિયન ઈનસ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) જેવી રાષ્ટ્રીય કક્ષાનીશિક્ષણ સંસ્થા શરૂ કરવામાં પણ વિક્રમ સારાભાઈનો હાથ હતા. આમ એક પછી એક આસરે ૩૦ જેટલી સંસ્થાઓની સ્થાપના માટેમહદ અંશે વિક્રમ સારાભાઈ જવાબદાર હતા.
એમની દોરવણી હેઠળ ISRC (Indian Space Research Center)ની સ્થાપના થઈ જે આજે આશ્ચર્યજનક પ્રગતિ કરી ચૂકી છે. ઉપગ્રહોની મદદથી ટી.વી.નું પ્રસારણ કરવાની દીશામાં પણ એમણેજ પહેલ કરેલી. ડો. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમનાપિતા હતા. સેન્ટર ફોર એન્વાયર્મેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી જેવી સંસ્થાઓ થકી દેશના ખરા વિકાસનો પાયો નાંખ્યો. તેઓ આઈઆઈએમના સ્થાપક સભ્યોમાંના પણ એક હતા.
ભારતીય અવકાશીય કાર્યક્રમ
૧૯૬૨ માં ડો. વિક્રમ સારાભાઈને અંતરિક્ષ વિભાગની જવાબદારીસોપવામાં આવી. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી વિક્રમ સારાભાઈએ 28 વર્ષની ઉંમરે ઈસરોની સ્થાપના કરવા ભારત સરકાર સમક્ષ મજબૂત દલીલો કરી હતી. રશિયાએ સ્પૂટનિક લોન્ચ કર્યો ત્યારે તેમણે ભારત સરકારને કહ્યું કે, ભારત પણ ચંદ્ર પર જઈ શકે છે.
ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ (ઉપર ના ફોટા માં ) ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામના એક ચર્ચની જગ્યાએથી સ્પેસમાં એક નાનકડું રોકેટ મોકલવાનું નક્કી કર્યું, જે માટે તેમણે ત્રિવેન્દ્રમના તત્કાલીન બિશપને પણ મનાવી લીધા હતા. આ ગામ પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું હતું. 21 નવેમ્બર, 1963ના રોજ એ સ્થળે થી ઈક્વેટોરિયલ રોકેટ લૉન્ચ સ્થાપિત કરાયું, જે આજે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.
ડૉ. હોમિભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો..
અવકાશ યુગના પિતા
એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેન (ઇસરો) દ્વારા તમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઈસરોની સ્થાપના પછી કલામને પણ તેમણે જ નોકરીએ રાખ્યા હતા. વિક્રમ સારાભાઈએ જ યુવાન અબ્દુલ કલામનો ઈન્ટરવ્યૂ લઈને તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. એટલું જ નહીં, કલામની વિજ્ઞાની તરીકેની શરૂઆતની કારકિર્દીમાં પણ તેમની ભૂમિકા મહત્ત્વની છે. કલામે નોંધ્યું છે કે, મને વિક્રમ સારાભાઈએ ઓળખી લીધો હતો. જોકે, તેનું કારણ હું બહુ ભણેલો હતો એ નહીં, પરંતુ હું ખૂબ મહેનત કરતો હતો, એ હતું. ત્યાર પછી તેમણે મને પૂર્ણ રીતે વિકસિત થવાનું કહ્યું હતું. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્નસીબની વાત હતી.
ચંદ્ર ના એ વિશાલ ખાડા ને નામ આપવામાં આવ્યું,…સારાભાઈ ક્રેટર’
જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમભાઈએ આમ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી. વિક્રમ સારાભાઈનું 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની વયે અવસાન થયું, એ પહેલાં તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ લૉન્ચ કરવાની તૈયારી કરી હતી. આજે આપણને કેબલ ટેલિવિઝનની લક્ઝરી મળી છે, એ માટે પણ તેમનો આભાર માનવો પડે કારણ કે, 1975માં તેમણે નાસા સાથે મળીને સેટેલાઈટ ઈન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપિરિમેન્ટ (એસઆઈટીઈ)ની સ્થાપના કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1966માં પદ્મ ભૂષણ, 1972માં પદ્મ વિભૂષણ (મરણોપરાંત) અને 1972માં સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ પણ જારી કરી. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને 1973માં ચંદ્ર પર પડેલા ‘બેસલ એ’ નામના ક્રેટર (ખાડો) ને તેમની યાદમાં ‘સારાભાઈ ક્રેટર’ નામ આપ્યું હતું.
ટપાલ ટિકિટ
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.