Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ

વેલેન્ટાઇન ડે દરેક વ્યક્તિના જીવનમાં આગવું મહત્વ ધરાવે છે. આ દિવસે પ્રેમીઓનો રોમાંસ વધી જતો હોય છે એ અને તેઓ આ અવસરને યાદગાર બનાવવાને માટે અનેક પ્રયત્નો અને સરપ્રાઇઝ પ્લાન કરતા હોય તેવું જોવા મળે છે. જો તમારે તમારા ખાસ વ્યક્તિને કોઇ સારી સરપ્રાઇઝ આપીને ખુશ કરવા છે તો તમે તેને કેટલાક ખાસ સ્થળોએ લઇ જવાનું વિચારી શકો છો. આ વેલેન્ટાઇન ડેને યાદગાર બનાવવાને માટે એવા સ્થાનો છે જે તમારા પ્રેમસંબંધને વધારે મજબૂત બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

સંબંધ નવો હોય કે જૂનો તેને જીવનભર મજબૂત બનાવવાને માટે જરૂરી છે તેમાં એકાંત અને ખાનગીપણાને વફાદાર રહેવામાં આવે. તમે આ વેલેન્ટાઇન ડે પર તમારા સાથી સાથેના પોતાના સંબંધને વધારે મજબૂત બનાવવાને માટે ખુલ્લા આકાશ અને ખાસ પ્રકારની શાંતિની સાથે પોતાનો સમય વ્યતિત કરી શકે છે. શાંત અને એકાંતના પળને સારી રીતે વીતાવવા છે તો તમે તમારા પ્રેમી કે પ્રમિકાની સાથે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.

Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ
ભારતમાં અનેક એવી આર્કષિત કરનારી જગ્યાઓ છે જે હનીમૂન અને વેલેન્ટાઇનને માટે રોમાંચક ગણી શકાય છે. જ્યાં દરેક ચીજ પ્રેમના ગીત ગાય છે અને સાથે પાણીના ઝરણાઓ રોમેન્ટિક વાતાવરણમાં વધારો કરે છે. અનેક જાદુઇ રંગની સાથે પહાડોની સુંદરતા પણ અટકચાળા કરી રહી હોય તેમ જણાય છે.

મુન્નાર 

Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ

વ્યસ્ત જીવનશૈલીથી જો તમે કંટાળી ગયા હોવ તો તમારા માટે આ પ્લેસ ઉત્તમ ગણી શકાય છે. અહીં તમે તમારા સાથી સાથે થોડા શાંતિ અને એકાંતના પળ વીતાવી શકો છો. અહીંની દરેક પળ તમને તમારા જીવનમાં રોમાન્સ કેળવવા પ્રેરે છે. આ થનગનાટ તમને અહીં ભરેલો જોવા મળે છે.

મુન્નાર કેરળનું એક સુંદર હિલસ્ટેશન છે અને ત્યાં દૂર દૂર સુધી ફેલાયેલા ચાના બગીચાઓ, હરિયાળી અને સુંદર વાતાવરણ, સુગંધિત હવા અને તમે તમારા સાથી સાથે એક અનેરા આનંદનો અનુભવ કરી શકો છો. અહીની ઝીલ અને ઘેરા જંગલો તેની સુંદરતાને વધારે છે. જંગલની વિલક્ષણ સ્થિતિ અને લીલા ઘાંસના જંગલોની સાથે જાણીતા નીલકુરંજીના ફૂલો તેની સુંદરતામાં વધારો  કરે છે. લીલા ઘાંસના મેદાનની સાથે નીલકુરંજીના ફૂલ પહાડોને લીલોતરીથી ભરી દે છે અને સાથે તમને ત્યાંથી જવાનું મન રહેતું નથી.

હૈવલૉક આઇલેન્ડ

Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ

અંડમાન દ્વીપ સમૂહ હૈવલૉક આઇલેન્ડ એક સુંદર તટ છે જે ટ્રોપિકલ આઇલેન્ડ પૈરાડાઇઝના નામથી પણ ઓળખવામાં આવે છે. કાચની જેમ સાફ દેખાતું પાણી અને ચાંદીની જેમ ચમકતી રેતી સમુદ્રની લહેરોને આઇલેન્ડની દુનિયામાં વધારો કરે છે.

આ વેલેન્ટાઇન ડે પર હૈવલડક આઇલેન્ડ એક સારો વિકલ્પ બની શકે છે, જ્યાં તમે પ્રકૃતિની સાથે તમારા પાર્ટનર સાથે એકાંતમાં સમય વીતાવી શકો છો. આ જંગલોમાં સફેદ રેતીમાં સૂર્યનો લ્હાવો લેવાની અલગ જ મજા છે. આ સ્થાનનું આર્કષણ ગણવામાં આવે તો તેનો બીચ છે. અહીં ફરવાની આસપાસની જગ્યાની વાત કરવામાં આવે તો ત્યાં રાધાનગર બીચ અને એલીફન્ટ બીચ છે જેને હાથી ડેરા પણ કહેવામાં આવે છે. જંગલોમાં ફરવાને માટે હાથીની સવારીનો આનંદ પણ કપલ્સ લઇ શકે છે.

ગુલમર્ગ

Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ

ગુલમર્ગને જમ્મુ અને કાશ્મીરનું એક સુંદર હિલસ્ટેશન ગણવામાં આવી રહ્યું છે. એ એટલું સુંદર છે કે તેના કારણે તેને ધરતીનું સ્વર્ગ ગણી શકાય છે. આ વેલેન્ટાઇનના અવસરે તમે તમારા પાર્ટનરની સાથે અહીં અવશ્ય મુલાકાત લઇ શકો છો. સાથે રોમાન્સના ખાસ પળોને વીતાવવાનો લ્હાવો પણ મેળવી શકો છો, મસ્તી કરી શકો છો અને સાથે બરફના ગોળાની મજા તમારા પ્રેમને વધારવામાં મદદ કરે છે.  ટ્રેકિંગ, સ્કીનિંગ અને નેચરનો આનંદ પણ અહીં સરળતાથી મળી રહે છે.

ફૂલોના દેશથી જાણીતું આ સ્થાન બારામૂલા જિલ્લામાં આવેલું છે. અહીં દરેક દેશના પ્રવાસીઓ આવે છે અને તેને પોતાની તરફ આર્કષવામાં આ સ્થળ જાણીતું છે. અહીનો મનમોહક નજારો પ્રેમની પહેલ કરવામાં મદદ કરે છે. બરફાચ્છાદિત ચાદર અને અનેક ખાસ પળ તમારા પ્રેમને તેની સાથે વહેવા દેવા મજબૂર કરે છે.

ગોવા

Valentines Dayને બનાવો સ્પેશિયલ, પ્રેમિકાને લઇ જાવ આ રોમેન્ટિક સ્થળોએ

ગોવા નામ સાંભળતાની સાથે જ આંખોની સામે એક ઉભરતો સાગર, લીલોતરીના જંગલો અને પક્ષી અને સૂર્યાસ્તનો સાગર કિનારાનો આનંદ તમારી આંખ સામે તરવરાટ કરવા લાગે છે. અહીંના લાગણીસભર દૃશ્યો તમને પોતાના પાર્ટનરની સાથે ખભા મિલાવીને ચાલવા મજબૂર કરે છે. પ્રેમીઓને માટે જાણીતું આ સ્થાન તમને ચિંતામુક્ત કરી દે છે.

અહીની દુનિયા ખૂબ જ સુંદરની સાથે રોમાંચક પણ છે. રેતી અને સમુદ્રના મિશ્રણનો આનંદ પણ તમને અહીં મળી રહે છે. સાથે જ અહીં તમે ક્રૂઝનો આનંદ અને ત્યાં ડિનરની મજા પણ લઇ શકો છો. ડાન્સ અને ગીતોના આનંદની સાથે પેરાગ્લાઇડિંગનો આનંદ પણ કપલ્સ લઇ શકે છે. જો તમે દિવસભર સાહસિક રમતોનો આનંદ લેતા હોવ તો રાતે ખુલ્લા આસમાનની નીચે રેતીલા સમુદ્ર તટ પર અહીં પોતાના સાથી સાથે પોતાના પળને યાદગાર બનાવી શકો છો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,880 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>