વાળ ખરવાની કે પાતળા વાળની સમ્સ્યાથી પરેશાન છો, તો હવે ઘરે જ બનાવો “આંબળાનુ તેલ”

ખરતા વાળ ના પ્રોબ્લેમ ને દૂર કરવા માટે આંબળાનુ ઓઇલ વાપરવુ જોઈએ. આ તેલ તમે ઘર પર સરળતાથી બનાવી શકીએ છીએ. આ તેલ બનાવવા માટે ફક્ત બે ચીજની જ જરૂર પડે છે. આ ઉપરાંત આ તેલને તમે આખા વર્ષ માટે સંગ્રહ પણ કરી શકો છો. જે વાળ માટે ખુબજ લાભદાયી છે. આ તેલ ખાસ કરીને વાળ ખરવાની અને પાતળા વાળની સમસ્યાથી પરેશાન લોકો માટે ખુબજ ફાયદાકારક છે, તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવુ આ તેલ.

સામગ્રી:

આમળા 200 ગ્રામ
નારીયેલ 200 ગ્રામ

રીત:

તેલ બનવા માટે પ્રથમ આંબળાને ધોઈ લો. આ માટે ફક્ત લીલા આંબળા લેવાના છે. હવે તેના મીડીયમ સાઈઝના ટુકડા કરી નાખો. સામે આંબળા જેટલું કોપરેલ લેવાનું છે.

તેના પછી આમળાને મિક્ષર જારમાં લઇ લો અને તેને ક્રશ કરો. ક્રશ કર્યા બાદ તેમાં કોપરેલ એડ કરો. અને તેને સ્લો મીડીયમ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો. પણ હા તેને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે. હવે ધીરે ધીરે આબળા માથી તેલ ઉપર આવવા લાગશે અને ઉકળવા લાગશે.

હવે તેનો રંગ ગોલ્ડન બ્રાઉન થઇ જશે. આવો કલર પકડતાજ ગેસ બંધ કરી દેવાનું છે. આંબળા ને ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થતા લગભગ 20-25 મિનિટ થશે. હવે આ ઉકાઓ ઠંડો થઇ જાય એટલે આપણે તેને કોટનના કપડા માં લઈને ગાળી લેવાનું છે. હવે તેને ઠંડુ થતાં એક કાચની બોટલમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકીયે છીએ.

જો તમે તેલમાં સુગંધ રાખવા ઇચ્છતા હોય તો સુગંધ આવે એવી મીડીકલ સ્ટોરમાં એની બોટલ પણ મળતી હોય છે. જે તમે આ તેલ માં નાખી શકો છો. આ તેલ ને જયારે પણ ઉપયોગ કરો ત્યારે થોડું ગરમ કરી આપણા વાળમાં મસાજ કરો જેથી વાળમાં ખુબજ સારી ઈફેક્ટ મળે. આમ કરવાથી વાળ ખરતા બંધ થશે અને તમારા વાળનો ગ્રોથ પણ સારો થશે.

Comments

comments


5,911 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 45