મોટાભાગના લોકો વધેલી રોટલીમાંથી લાડવો કે વાઘરેલી રોટલી જ બનાવતા હોય છે. ને ઘરના પણ એ ખાઈ ખાઈને કંટાળી ગયા હોય છે. પણ શું થાય વધેલી રોટલી ફેંકી પણ નથી શકાતી ને ? તો ચાલો આજે હું તમને શીખવાડું એકદમ નવી ને ટેસ્ટી વાનગી. આ વાનગી એકવાર ખાશે તો વારંવાર ફરમાઇશ કરશે ને એમ પણ ખ્યાલ નહી આવે કે આ વધેલી રોટલીમાંથી જ બનાવી છે. તો આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી બનતી ગરમા ગરમ પેટીસ. તમારી રોટલીનો પણ બગાડ નહી થાય ને સવારે કે સાંજે ઘરનાને મળશે ગરમા ગરમ નાસ્તો. . જે ખાવામાં એકદમ ટેસ્ટી ને થોડી ક્રિસ્પી છતાં સોફ્ટ છે. તો ચાલો નોંધી લો રેસીપી સાથેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.
સામગ્રી :
- 1 . 6. રોટલી
- 2. 2, બાફેલા બટાકા
- 3. સમારેલા મરચાં, અડધું લીંબુ,
- 4, 1/2, ચમચી, ગરમ મસાલો,
- 5, 1/2 ચમચી, લસણની પેસ્ટ
- 6, મીઠું, લાલ મરચું, હળદર, ધાણાજીરું જરૂર મુજબ
રીત :
સૌ પ્રથમ તો રોટલીને પેનમાં કડક કરીશું. જેથી રોટલીમાં રહેલું મોઈશ્ચર ઓછું થઈ જાય ને રોટલીમાથી ભૂકો એકદમ સરસ ને કણીદાર બને’.
હવે રોટલીને મિક્સરમાં ક્રશ કરો. એકદમ ઝીંણો ભૂકો કરવાનો છે. એટ્લે ચેક કરતું રહેવું કે બરાબર થાય છે ને .
એ પછી રોટલીનો ભુક્કો, બાફેલા બટાકા, લસણની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, ધાણાજીરું , હળદર ને લીંબુનો રસ આટલી સામગ્રી એક મોટા વાસણમાં ભેગી કરવાની છે.
હવે એ ભેગી કરેલી સામગ્રીને સરસ રીતે મસળી મિક્સ કરો ને લોટ બાંધી જેમ કણક તૈયાર કરી એમ આ મસાલાની પણ કણક તૈયાર કરો. ( પાણી બિલકુલ નાખવાનું નથી )
હવે તૈયાર કરેલ મસાલામાંથી બધા એક સરખી ગોળ ગોળ પેટીસ બનાવી એક પ્લેટમાં મૂકો.
હવે ગેસ પર એક નોનસ્ટિક તવાને મૂકી એમાં થોડું તેલ નાખો ને પેટીસને ફ્રાય કરો. એક બાજુ શેકાઈ જાય એટ્લે બીજી બાજુ ધીમી આંચે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને ફ્રાય થવા દેવાની છે.
તો તૈયાર છે ગરમા ગરમ પેટીસ ટામેટાના કેચપ સાથે સર્વ કરો .
રોજ રોજ આવી ઇઝી ને સરળ વાનગી શીખવા માટે જોતાં રહો અમારું પેજ. ને જો તમને આ મારી રેસીપી પસંડ આવે તો શેર કરો તમારી સખીઓને પણ. તો ચાલો આવજો કાલે હું ફરી આવીશ આવી જ સરળ , સ્વાદિષ્ટ ને ફટાફટ બની જતી વાનગી લઈને.
રસોઈની રાણી : તૃપ્તિ ત્રિવેદી ( અમદાવાદ )