વધેલા ભાતમાથી ઘરે જ બનાવો બાળકોની ફેવરીટ “રસમલાઇ”, જાણો રેસેપી…

મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે બપોરે વધેલા ભાત ને ગૃહિણી કા તો ફેકી દેતી હોય છે કે પછી ભાત માથી વઘારેલા ભાત બનાવતી હોય છે. પણ આજે અમે તમને એક મસ્ત રેસીપી જણાવા જઇ રહ્યા છીએ જેનું નામ છે રસમલાઇ. આ રેસીપી એક વાર ખાશો તો બહારની રસમલાઇ ખાવાનું ભૂલી જશો. અને આ મીઠાઈ તમે વધેલા ભાતમાંથી આરામ થી બનાવી શકો છો. અલબત કોઈને ખબર પણ નહિ પડે કે આ રસમલાઇ વધેલા ભાતમાંથી બનાવેલી છે. તો ચાલો જાણીએ આ રેસીપી વિષે.

સામગ્રી:

1 લીટર દૂધ

1 વાટકો વધેલા ભાત,

100 ગ્રામ ખાંડ,

થોડીક દળેલી ખાંડ

4-5 નંગ બદામ અને પીસ્તા,

1 ચમચી એલચી પાવડર,

થોડું કેસર જો હોય તો

રીત:

પહેલા બદામ અને પિસ્તાના ટૂકડા કરી તેને સાઈડમાં મૂકી દો. હવે દૂધ ને ગેસ પર એક કડાઈમાં મૂકી. ગૅસ ચાલુ કરી દૂધમાં એક ઉકાળો આવવા દેવાનો છે. આ દરમિયાન એક બાઉલમાં ભાત લઇ લો.

આ ભાતને બરાબર મેશ કરો. ભાતમાં બે ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી એલચી પાવડર ઉમેરી દો. અને તેને હાથની મદદથી મસળીને એક પેસ્ટ જેવું બનાવો. આ દરમિયાન દૂધ ને ચેક કરી ને થોડું ઘાટું થવા દો.

હવે દૂધમાં ૧૦૦ ગ્રામ દાણાવાળી ખાંડ નાખી ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે રસમલાઈના પેંડા બનવાના છે તો પહેલા થોડું દૂધ કેસરમાં નાખી દો જેથી કેસરનો રંગ છૂટી જાય. હવે જે ભાત નો પેસ્ટ છે તેમાથી નાના નાના પેંડ બનાવો.

બાદમાં દૂધ ની અંદર કેસર વાળું દૂધ નાખી હલાવી લો. કેસર નાખવાથી રસમલાઇનો કલર ખૂબ જ સારો આવશે અને દેખાવમાં પણ મસ્ત લાગશે. હવે દૂધમાં બદામના ટૂકડા તથા પિસ્તાના ટૂકડા નાખી હલાવી લો. હવે તમે બનાવેલા નાના ભાતના પેંડા ને દૂધમાં નાખી દો. અને તેને હલાવી લો.

હવે તેના પર એલચી પાવડર નાખો. હવે તેને 2-3 મિનીટ સુધી પકાવવા દો. જેથી રસમલાઇ એકદમ સોફ્ટ તથા રસથી ભરપુર બનશે. ગેસ બંધ કરીને રસ મલાઈને ઠંડી કરો. ઠંડી થયા બાદ તેને એક ડિશ માં કાઢીને મજા લૂટો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,883 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>