ઉનાળાની સિઝનમાં બધાને ભાવતી રેસિપી એટ્લે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર, આ રીતે બનાવો મજા પડેશે ખાવાની

મિત્રો ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળો આવે એટલે એક વસ્તુ ની બહુ યાદ આવે છે. આ વસ્તુના નામ છે કેરી. દરેક લોકોને કેરી ખાવી ખૂબ જ ગમતી હોય છે. ખાસ કરીને ઉનાળાના સમયમાં વેકેશન હોવાથી કેરી અને તેનાથી બનતી અવનવી વાનગીઓ ખાવાનું ખૂબ મન થતું હોય છે.

ઉનાળો હોવાથી લુ પણ ખૂબ જ લાગતી હોય છે, લૂ થી બચવા માટે ડુંગળી ખાવી ખૂબ જરૂરી છે. માટે આજે આપણે એક એવી વાનગીની વાત કરવાની છે જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી છે. તેના કારણે ભોજનનો સ્વાદ ઓટોમેટિક વધી જશે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે છે ડુંગળી અને કેરીનું કચુંબર. તો ચાલો જાણી લો તેની રેસિપી.

જરૂરી સામગ્રી

  • ત્રણ નંગ ડુંગળી
  • ત્રણ નંગ કાચી પાકી કેરી
  • લાલ મરચું બે ચમચી
  • ધાણા ઝીરું એક ચમચી
  • મીઠુ બે ચમચી
  • ખાંડ એક ચમચી
  • ઝીરું પાવડર એક ચમચી

બનાવવાની રીત
આ રેસીપી માટે સૌપ્રથમ તમારે બે ડુંગળી અને બે કરીને અલગ પાડી દો. ત્યારબાદ તમારી પાસે એક ડુંગળી અને એક કેરી વધશે. હવે બે ડુંગળી અને કેરી ની છાલ ઉતારીને તેને છીણી નાખો. ત્યારબાદ તેની અંદર લાલ મરચું, ધાણાજીરું પાઉડર અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો. અને તેને એક બાઉલમાં કાઢી લો. તો તમારું પહેલું સલાડ તૈયાર છે.

ત્યારબાદ બાકી રહેલી એક કેરી અને ડુંગળી લઈને તેને છોલીને સમારી લો. હવે તેની અંદર લાલ મરચું, જીરા પાવડર અને નમક નાખીને સારી રીતે મિક્સ કરી લો. તો આપણું બીજું સલાડ પણ તૈયાર થઈ ચૂક્યો છે. આ સલાડ કોઈ પણ ભોજન સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,113 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>