ટૂંક સમયમા ધરખમ ઘટાડો આવી શકે છે સોના ના ભાવમા, ખાસ જાણો માહિતી

જો સોનુ લેવાનો વિચાર કરતા હોવ તો જરા રાહ જોવો… ટૂંક સમયમા ધરખમ ઘટાડો આવી શકે છે.

ટૂંક સમયમા ધરખમ ઘટાડો આવી શકે છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ તેના ખાસ રિપોર્ટમા આ બાબત ની પુષ્ટિ કરી છે.

સોના બજારમા છેલ્લા ૧૦ વર્ષમા અત્યાર સુધીની સૌથી ઓછી ડિમાન્ડ જણાઈ રહી છે.

સોનુ લેવાનો વિચાર કરતા હોવ તો જરા રાહ જોવો.. ટૂંક સમયમા ધરખમ ઘટાડો આવી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ પોતાના નવા રિપોર્ટમા આ બાબત ની પુષ્ટિ કરી છે. WGC ના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮ ના પહેલા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે વૈશ્વિક સ્તર પર સોનાની માંગ ઘટીને ફક્ત ૯૭૩.૫ ટન જ રહી ગઈ છે. છેલ્લા ૧૦ વર્ષમા આ સૌથી ઓછી ડિમાન્ડ જણાઈ રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના રિપોર્ટ અનુસાર પહેલા ત્રિમાસિક દરમિયાન ભારતમા સોનાની જ્વેલરીની માંગમા ૧૨ ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે.

સોનાની માંગ ઘટવાનુ કારણ ઓછા લગ્નો હોઈ શકે

ભારતમા જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૮ દરમિયાન જ્વેલરી માટે માત્ર ૮૭.૭ ટન સોનાનો ઉપયોગ થયો છે. જ્યારે આ આંકડા ૨૦૧૭ દરમિયાન ૯૯.૨ ટન હતા. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના જણાવ્યા અનુસાર જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૮ દરમિયાન ભારતમા સૌથી ઓછા લગ્નો થયા જેના કારણે જ્વેલરી માટેના સોનાની માંગમા ઘરખમ ઘટાડો થયો. જો તુલનાત્મક રીતે જોવા જઈએ તો ભારતમા આ વર્ષે ફક્ત સાત દિવસ લગ્નગાળો જોવા મળ્યો હતો. જ્યારે ૨૦૧૭ મા પહેલા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરી થી માર્ચ ૨૦૧૭ દરમિયાન ૨૨ દિવસનો લગ્નગાળો હતો.

વૈશ્વિક બજારમા પણ સોનાના ભાવમા ધરખમ ઘટાડો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટ અનુસાર ભારતમા જ્વેલરીની માંગ ઘટવાથી વૈશ્વિક સ્તર પર પણ જ્વેલરી માટે સોનાની માંગમા એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તર પર આ દરમિયાન જ્વેલરી માટે ૪૮૭.૭ ટન સોનાની ડિમાન્ડ રહી છે, જ્યારે ૨૦૧૭ મા આ ગાળા દરમિયાન ૪૯૧.૬ ટન સોનાની માગ રહી હતી.

સોનામા રોકાણ માટે પણ માંગ ઘટી

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી થી માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તર પર સોનામા રોકાણ માટે પણ માગમા ઘટાડો નોંધાયો છે. ભારતમા રોકાણ માટે સોનાની માંગ ૧૩ ટકા ઘટી છે. જ્યારે ચીનમા આ દરમિયાન ૨૬ ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. WGC ના જણાવ્યા અનુસાર એક્સચેન્જ ટ્રેડિડ ફંડ્સ (ETF) દ્વારા સોનામા રોકાણમા જાન્યુઆરી થી માર્ચ દરમિયાન ૬૬ ટકાનો ભારે ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનાના સિક્કાની માંગમા ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ટૂંક સમયમા સસ્તુ થઈ શકે છે સોનુ

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટને જોતા નિષ્ણાંતો નુ માનવુ છે કે આ રિપોર્ટ સોનાના ભાવ માટે નકારત્મક છે. કેડિયા કોમોડિટીના નિદેશકના કહ્યા મુજબ આવનારા દિવસોમા સોનાના ભાવ પર ભારે દબાણ જોવા મળી શકે છે. તેમના કહ્યા મુજબ વૈશ્વિક બજારમા પણ સોનાનો ભાવ ૧૨૬૦-૧૩૮૦ ડોલર પ્રતિ ઔંસ વચ્ચે રહી શકે છે. હાલ વૈશ્વિક બજારમા સોનાનો ભાવ ૧૩૦૫ ડોલરની આસપાસ છે. વિદેશી બજારમા ભાવ ઘટવાના કારણે સ્થાનિક બજારમા પણ સોનાના ભાવ ઘટી શકે છે. જો કે સ્થાનિક સ્તરે ભાવ રૂપિયાની કેવી સ્થિતિ રહે છે તેના ઉપર નિર્ભર રહેશે.

કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી મા વધારો કર્યો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી થી માર્ચ દરમિયાન વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદીમા્ ૪૨ ટકાનો વધારો થયો છે. આ દરમિયાન દુનિયાભરની કેન્દ્રીય બેંકોએ કુલ મળીને ૧૧૬.૫ ટન સોનુ ખરીદ્યુ છે. જ્યારે ૨૦૧૭ ની સમાન અવધિમા ફક્ત ૮૨.૨ ટન સોનાની ખરીદી થઈ હતી. રશિયા, તુર્કી, અને કઝાખિસ્તાનમા કેન્દ્રીય બેંકોએ સૌથી વધુ સોનુ ખરીદ્યુ છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,489 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>