ટ્રેન મુસાફરી દરમિયાન પતિ-પત્નીના પ્રેમની એક કરૂણ કથા, અંત વાંચીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે

આ વાત એક પતિ પત્ની છે કે જેઓ એક નક્કી કરેલા સમય ઉપર ટ્રેનમાં સાથે મુસાફરી કરતા હતા. તેની સાથે એક બીજો યુવક પણ એ જ ટ્રેનમાં એ જ સમયે મુસાફરી કરતો હતો. આ યુવક પેલા પતિ પત્ની ને રોજ જોતો. ટ્રેનમાં બેઠા બેઠા પતિ-પત્ની ઘણી બધી વાતો કરતા. પત્ની તેના પતિની સાથે વાતોમાં મશગૂલ હતી અને સાથે સાથે તે સ્વેટર ગૂંથતી હતી. એ બંનેની જોડી પરફેક્ટ હતી.

આ બધું તેની સાથે મુસાફરી કરતો પેલો યુવક દરરોજ જોતો. એક દિવસ જ્યારે પતિ-પત્ની ટ્રેનમાં ન આવે ત્યારે પેલા યુવકને થોડું અટપટું લાગ્યું. તેનું કારણ એ હતું કે તેઓ દરરોજ સાથે મુસાફરી કરતા પણ લગભગ છેલ્લા એક મહિના સુધી તે પતિ-પત્ની ટ્રેનમાં દેખાયા ન હતા. પેલા યુવકને લાગ્યું કે કદાચ કોઈ કામકાજ થી તેઓ બહાર ગયા હશે.

એક દિવસ જ્યારે તે યુવક મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેના ધ્યાનમાં આવ્યું કે પેલા પતિ પત્ની માંથી ફક્ત પતિ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેણે જોયું કે તેમની સાથે તેની પત્ની ન હતી. અને તેના પત્નીનું મોઢું પણ થોડું ઉતરેલું દેખાતું હતું. પતિ ના કપડા પણ અસ્તવ્યસ્ત અને દાઢી પણ મોટી થઇ ગયેલી હતી. આ જોઈને યુવકથી રહેવાયું નહિ અને એણે એ પતિ પાસે જઈને એમને પૂછ્યું કે, આજે શું તમારી પત્ની સાથે નથી આવી?

પેલા યુવકે પ્રશ્ન પૂછવા છતાં પતિએ કોઈ જવાબ આપ્યો નહીં. યુવકે બીજો પ્રશ્ન કર્યો તમે આટલા દિવસથી કેમ ટ્રેનમાં દેખાયા નહીં, શું તમે કોઈ કામ થી બહારગામ ગયા હતા? આ પ્રશ્નનો પણ પેલા પતિએ કોઈ જવાબ આપ્યો નહીં. પેલા યુવાને તેમની પત્ની વિશે ફરીથી પૂછ્યું. આખરે પતિએ જવાબ આપ્યો કે તેની પત્ની હવે આ દુનિયામાં રહ્યા નથી. મારી પત્નીને કેન્સર હોવાના કારણે તેનું મૃત્યુ થયું છે.

પતિના આ શબ્દો સાંભળીને પેલા યુવાનને એક મોટો આઘાત લાગ્યો. આટલું સાંભળીને તેને વધુ વાતો જાણવાનું મન થયું. યુવાને કહ્યું કે કેન્સર ક્યારથી હતું? પેલા પતિએ જવાબ આપ્યો કે મારી પત્નીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. ડોક્ટર પણ જીવન જીવન જીવવાની આશા હારી ચૂક્યા હતા. આ વાતની જાણ મારી પત્નીને પણ હતી. પરંતુ તેણે જીદ કરી હતી કે આપણે વધારે ને વધારે સમય એકબીજા સાથે પસાર કરીશું.

માટે મારી પત્ની દરરોજ હું જ્યારે ઓફિસ જતો ત્યારે તે મારી સાથે આવતી. એને મારી ઓફિસની નજીકવાળા સ્ટેશન ઉપર તે ઉતરી જતી. હું સ્ટેશનેથી ઉતરીને ઓફીસ તરફ જતો અને મારી પત્ની ઘરે પાછી આવતી રહેતી. ગયા મહિને જ એનું મૃત્યુ થઇ ગયું. અને આટલું કહીને એ પતિ ચૂપ થઇ ગયો. અને એનું સ્ટેશન આવી જતા એ પતિ ટ્રેન માંથી ઉતરી ગયો. પેલા યુવાનનું ધ્યાન એમના સ્વેટર પર પડ્યું. આ એ જ સ્વેટર હતું કેજે તેની પત્ની ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગૂંથતી. એની એક બાંય હજુ પણ અધૂરી હતી, જે કદાચ એમની પત્ની ગૂંથી ન શકી. એ પતિ પત્નીનો અપાર પ્રેમ એ સ્વેટર દ્વારા છલકી રહ્યો હતો.

જીવનની વાસ્તવિકતા
મિત્રો આજે આપણે કામકાજમાં એટલા બધા બીજી થઈ ગયા છીએ કે પોતાની પત્ની માટે સમય કાઢી શકતા નથી. પરંતુ દરેક વ્યક્તિએ એ વાત મગજમાં બેસાડી દેવી જોઈએ કે જેટલું અગત્યનું કામકાજ છે તેટલું જ અગત્યનું આપવાનો પરિવાર પણ છે. પરિવાર અને કામ વચ્ચે સંતુલન બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. પૈસા કમાવા જ ખુશીઓ મળતી નથી પરંતુ પોતાના પરિવારના સદસ્યો સાથે સમય વિતાવવાથી જીવનમાં ખૂબ ખુશી મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,138 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>