જાણો ચાયનિઝ સ્માર્ટફોન્સ વિષે

ચીની સ્માર્ટફોન્સ માટે મોટુ બજાર બની રહ્યુ છે. શ્યાઓમી અને લિનોવો જેવી ચીઇનીસ કંપનીઓના સ્માર્ટફોન્સ ભારતમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. એવામાં અમે તમને ટોપ 5 બેસ્ટ ચાઇનીસ સ્માર્ટફોન્સ વિશે જણાવી રહ્યા છીએ જે તમારી સ્માર્ટ ચોઇસ બની શકે છે.

Gionee Elife S7

Top5: that will be launched in India, China Smartphones, could become a smart choice

કિંમત- 23,849

આ ફોનમાં 1.7GHz નુ ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ 64 બિટનુ ઓક્ટા-કોર પ્રોસેસર મીડિયાટેક નામની કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે. સાથે સાથે 2GB રેમ મલ્ટિટાસ્કિંગ અને હેવી ગેમિંગ માટે બેસ્ટ સાબિત થઇ શકે છે. આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચની ફુલ એચડી સ્ક્રિન ડિસ્પ્લે આપવામાં આવી છે (1080*1920 પિક્સલનુ રિઝોલ્યુશ). જિઓની અલાઇફ S7 માં કંપનીએ પોતાનુ યુઝર ઇન્ટરફેસ એમિગો 3.0 (Amigo 3.0) નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ5.0 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફોનમાં કેમેરા ફિચરની વાત કરવામાં આવે તો તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમરો સાથે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જિઓનીના આ ફોનમાં 2700 mAh પાવરની બેટરી આપવામાં આવી છે.આ ફોનમાં કંપની પ્રમાણે 33 કલાક અને 45 મિનિટનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

Xiaomi Redmi Note 4G

Top5: that will be launched in India, China Smartphones, could become a smart choice

કિંમત- 9,999 રૂપિયા

શ્યાઓમીના આ ફોનમાં ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ ક્વાડ-કોર 1.7 GHz કોર્ટેક્સ A7 પ્રોસેસર છે. સાથે સાથે સારા ગ્રાફિક્સ માટે MALI 450MP4 ગ્રાફિક્સ પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ફોમાં 5.5 ઇંચની સ્ક્રિન સાથે HD રિઝોલ્યુશન (720*1280 પિક્સલ) મળે છે. આ ફોનમાં 267 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી મળે છે. 3200 mAh બેટરી પાવર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 2GB રેમ સાથે ફોનમાં 8GB ઇન્ટર્નલ મેમરી આપવામાં આવી છે. મેમરી કાર્ડની મદદથી 32 GB સુધી મેમરી વધારી શકાય છે. ફોનમાં કનેક્ટિવિટી માટે GPRS, EDGE, વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ 4.0 અને માઇક્રો યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે.

 Huawei Honor 4X

Top5: that will be launched in India, China Smartphones, could become a smart choice

કિંમત- 10,499 રૂપિયા

હ્યુઆઇ કંપનીના હોનર4X માં 5.5 ઇંચની એચડી સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોન 1.2 GHz ક્વાડ-કોર પ્રોસેસર સાથે આવે છે. ફોનમાં 2GB રેમ આપવામાં આવી છે. ઇન્ટર્નલ મેમરીની વાત કરીએ તો ફોનમાં 8GB મેમરી આપવામાં આવી છે જેને મેમરી કાર્ડની મદદથી વધારી શકાય છે. સારા ગ્રાફિક્સ સપોર્ટ માટે એડ્રિનો 306 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યુ છે.

હ્યુઆવીના આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોનમાં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. જે એચડી વીડિયો રેકોર્ડીગ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે સાથે સાથે કંપનીએ 3000 mAh પાવરની બેટરી આપી છે.

Xiaomi Redmi 2

Top5: that will be launched in India, China Smartphones, could become a smart choice

કિંમત- 6,999 રૂપિયા

ફોનમાં 64 બિટનુ ક્વાલકોમ સ્નેપડ્રેગન 1.2 GHz પ્રોસેસર આપ્યુ છે. આ પ્રોસેસર 1GB રેમ અને 306 એડ્રિનો ગ્રાફિક્સ કાર્ડ સાથે આવે છે. રેડમી 2 માં પાવરફુલ પ્રોસેસર સાથે મલ્ટિટાસ્કિંગ માટે 1GB રેમ આપવામાં આવી છે. આ ઉપરાંત 8 GB ઇન્ટર્નલ મેમરી છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 32 GB સુધી વધારી શકાય છે.

શ્યાઓમી રેડમી 2 માં 4.7 ઇંચની IPS ડિસ્પ્લે સ્ક્રિન આપવામાં આવી છે. આ સ્ક્રિન એચડી ક્વોલિટી (720*1280 પિક્સલનુ રિઝોલ્યુશન) આપે છે. આ ફોનમાં કંપનીનુ પોતાનુ યુઝર ઇન્ટરફેસ (MIUI 6) આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત ફોન એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Geeoni Pioneer P4S

Top5: that will be launched in India, China Smartphones, could become a smart choice

કિંમત- 7,799 રૂપિયા

Gionee નો Pioneer P4S એન્ડ્રોઇડ 4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં
1 GB રેમ સાથે 1.3 GHz નુ ક્વાડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. જેમાં 4.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આફોન 8 GB ઇન્ટર્નલ મેમરી સાથે આવે છે. જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે.

કેમેરા ફિચરની વાત કરીએ તો ફોનાં LED ફ્લેશ સાથે 5 મેગાપિક્સલ રિયર કેમેરો અને 2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 3G, GPRS/ EDGE,વાઇ-ફાઇ, બ્લ્યૂટૂથ જેવા ઓપ્શન આપ્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,019 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 20