આઇપીએલનો રોમાંચ તેની ચરમસીમા પર છે. પોઇન્ટ ટેબલમાં પણ ટીમોનો ક્રમ બદલાઇ રહ્યોં છે. રાજસ્થાન રોયલ્સ ફરી દિલ્હી ડેરડેવિલ્સને હરાવીને ટોપ પર પહોચી ગઇ છે તો ચેન્નઇ સુપરકિંગ્સ બીજા નંબર પર છે. આઇપીએલ એક એવુ પ્લેટફોર્મ છે જે દરેક ખેલાડીને ખુદને સાબિત કરવાની તક મળે છે. આ સીઝનમાં કેટલાક બેટ્સમેન પોતાના બેટથી કમાલ દેખાડી રહ્યાં છે તો કેટલાક બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યાં છે. આઇપીએલમાં કેટલાક એવા પ્રસંગ પણ આવ્યા જ્યાં ફિલ્ડરોએ અશક્ય લાગતા કેચ પકડ્યા હોય જે આંતરરાષ્ટ્રીય મેચોમાં લગભગ જોવા નથી મળતા. Janvajevu.com તમને આઇપીએલ-8ના ટોપ 10 કેચ વિશે જણાવી રહ્યું છે. આ તમામ કેચને આઇપીએલે બેસ્ટ કેચમાં શામેલ કર્યા છે.
ડ્વેન બ્રાવો
આઇપીએલના 28માં મુકાબલામાં ચેન્નઇ સુપરકિંગ્સના ડ્વેન બ્રાવોએ કોલકાતા નાઇટ રાઇડર્સના સૂર્યકુમાર યાદવનો શાનદાર કેચ ઝડપ્યો હતો.
દિેનેશ કાર્તિક
આઇપીએલ-8ના 22માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિકેટ કીપર દિનેશ કાર્તિકે રાજસ્થાન રોયલ્સના જેમ્સ ફોકનરનો શાનદાર કેચ ઝડપ્યો હતો.
ઇમરાન તાહિર
આઇપીએલના 21માં મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સના ઇમરાન તાહિરે મુંબઇ ઇન્ડિયન્સના પાર્થિવ પટેલનો શાનદાર કેચ પકડ્યો હતો. પહેલા તો ઘણા દૂરથી દોડ લગાવતા તાહિર આવ્યો અને બાદમાં બોલ દૂર હતો ત્યારે ડ્રાઇવ લગાવીને તેને પકડી લીધો હતો.
ડેવિડ વોર્નર
આઇપીએલ 8ના 8માં મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મનદીપ સિંહનો હવામાં કૂદકો મારી શાનદાર કેચ પકડ્યો હતો. આ કેચ એટલો શાનદાર હતો કે મનદીપ પણ થોડા સમય માટે જોઇ રહ્યોં હતો.
ફાફ ડુ પ્લેસીસ
આઇપીએલના 12માં મુકાબલામાં ચેન્નઇ સુપરકિંગ્સના ફાફ ડૂ પ્લેસિસે મુંબઇ ઇન્ડિયન્સના કોરી એન્ડરસનનો ઉધા માથે દોડીને શાનદાર કેચ પકડ્યો હતો.
ડ્વેન બ્રાવો
આઇપીએલ 8ના 20માં મુકાબલામાં ચેન્નઇ સુપરકિગ્સના ડ્વેન બ્રાવોએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દિનેશ કાર્તિકનો આગળ કૂદકો મારી શાનદાર કેચ પકડ્યો હતો. બોલ જમીન પર પડવાની હતી ત્યારે બ્રાવોની આંગળીઓ વચ્ચે આવી ગઇ અને કાર્તિક આઉટ થઇ ગયો હતો.
ટેન ડોશ્ચેટ
આઇપીએલના 30માં મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સના ટેન ડોશ્ચેટે પ્રથમ બોલ પર જ ચેન્નઇ સુપરકિંગ્સના ડ્વેન સ્મિથનો શાનદાર કેચ પકડ્યો હતો. પોઇન્ટ પર ડોશ્ચેટના આ કેચને તમામ દર્શકોએ વખાણ્યો હતો.
ડેવિડ વિસેએ શાનદાર કેચ પકડ્યો હતો
આઇપીએલની 16મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ડેવિડ વિસેએ 4 વિકેટ ઝડપી હતી. તેને ચોથી વિકેટ બોલિંગ કરતો હતો ત્યારે રોહિત શર્મા સ્ટેટમાં શોટ ફટકારવા જતા બોલ ડેવિડ વિસેના હાથમાં આવી ગયો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર