આજે હું ખૂબ જ હેલ્થી અને વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું…

“ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ”

ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે.

સામગ્રી:-

  • 7-8 નંગ ટામેટા,
  • 2 નાના ગાજર,
  • 1 બીટ,
  • 5- 6 પત્તા પાલક,
  • 1/4 કપ ફુદીનો,
  • 1 મોટી ડુંગળી,
  • 5-6 કળી લસણ,
  • 1 નાનો આદુ નો કટકો,
  • 1 લીલું મરચું,
  • 5-6 પત્તા મીઠો લીમડો,

રીત:-

આ બધી સામગ્રી ને પ્રેશર કુકર માં 2 ગ્લાસ પાણી નાખી ને મઘ્યમ આંચ પર 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરો.

આ મિશ્રણ ને એક સ્ટીલ ની ચારણી થી ગાળી લો.

હવે ફરીથી એકવાર સૂપ ની ગરણી થી ગાળી લો. જો તમે પહેલા જ સૂપ ની ગરણી થી ગાળી લેશો તો બહુ જ વેસ્ટ નીકળી જશે અને ફાઇબર પણ જતા રહશે.

એટલે પહેલાં મોટા કાણા થી અને પછી સૂપ ની ગરણી થઈ ગાળો. અડધાં ચમચા જેટલું જ છેલ્લે કચરો નીકળશે.
જરૂર લાગે તો સૂપ માં થોડું પાણી ઉમેરો.

સૂપ માં નાખવાની સામગ્રી:-

1 ચમચી કોર્નફલોર માં 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરો.,
1/2 ચમચી મરી નો ભૂકો,
2 ચમચા ગોળ,
1 ચમચી તાજી મલાઈ,
મીઠું સ્વાદાનુસાર,

હવે આ ગાળેલા સૂપ ને એક તપેલા માં ગરમ કરવા મુકો.


તેમાં 1 ચમચી કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો , મીઠું અને 1/2 ચમચી મરી નો ભૂકો ઉમેરો.

ત્યારબાદ ઉકાળો અને 2 ચમચા ગોળ ઉમેરી 2 મિનિટ ઉકાળો.


ગેસ બંધ કરી ને 1 ચમચી મલાઈ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

ગરમાગરમ સૂપ ને બાઉલ માં નિકાળી ને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
મેં આ સૂપ ને પાપડી પીઝા જોડે સર્વ કર્યો છે.
નોંધ:- તમે આ સૂપ માં દૂધી પણ ઉમેરી શકો છો.
ગોળ પણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો કરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,243 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>