તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

  1. મેષ (26 ઑગસ્ટ, 2018)મેષ

મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

  • લકી સંખ્યા: 4
  • વૃષભ (26 ઑગસ્ટ, 2018)વૃષભ

કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે. પારિવારિક જવાબદારી તરફ તમારૂં બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજ તમને તેની તથા તમારા પરિવારમાંથી કોઈ એકની પસંદગી કરવા કહેશે. આ પરિસ્થિત હંગામી છે, તેને સંભાળવાની કોશિશ કરજો.

  • લકી સંખ્યા: 4
  • મિથુન (26 ઑગસ્ટ, 2018)મિથુન

આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

  • લકી સંખ્યા: 2
  • કર્ક (26 ઑગસ્ટ, 2018)કર્ક

આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છાશક્તિને વળતર અપાશે. લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પરનો કાબૂ ગુમાવવો નહીં. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે. તમારી જાતને અન્યો માટે રૉલ મૉડૅલ બનાવવા માટે સખત મહેનત કરો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

  • લકી સંખ્યા: 5
  • સિંહ (26 ઑગસ્ટ, 2018)સિંહ

તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લગ્નજીવન તમને થોડુંક કંટાળાજનક લાગશે. કશુંક ઉત્સાહજનક સોધી કાઢો.

  • લકી સંખ્યા: 3
  • કન્યા (26 ઑગસ્ટ, 2018)કન્યા

આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

  • લકી સંખ્યા: 2
  • તુલા (26 ઑગસ્ટ, 2018)તુલા

તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

  • લકી સંખ્યા: 4
  • વૃશ્ચિક (26 ઑગસ્ટ, 2018)વૃષિક

કોઈ પણ ભોગે તમારા મગજ પરનો અંકુશ ખોતા નહીં કેમ કે તેનાથી પરિવારમાં કાયમી વૈમનસ્ય સર્જાઈ શકે છે. તમે જો પ્રયત્ન કરશો તો, તમે શાંતિ તથા સૌહાર્દ જાળવી શકશો. વિભાજીત ઘરના સભ્યો ક્યારેય સાથે ઊભા રહી શકે નહીં. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિંયત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે.

  • લકી સંખ્યા: 6
  • ધનુ (26 ઑગસ્ટ, 2018)ધન

તમારૂં મંતવ્ય વ્યક્ત કરતા અચકાતા નહીં. આત્મવિશ્વાસની કમીને તમારા પર અંકુશ જમાવવા ન દો કેમ કે એનાથી તમારી સમસ્યાઓની ગૂંચવણ ઓર વધશે અને તમારો વિકાસ મંદ પડશે. આત્મવિશ્વાસ પાછો મેળવવા માટે તમારી જાતને વ્યક્ત કરો તથા સમસ્યા સાથે પનારો પાડવા ખુલ્લા દિલે સ્મિત કરો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

  • લકી સંખ્યા: 3
  • મકર (26 ઑગસ્ટ, 2018)મકર

નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

  • લકી સંખ્યા: 3
  • કુંભ (26 ઑગસ્ટ, 2018)કુંભ

તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

  • લકી સંખ્યા: 1
  • મીન (26 ઑગસ્ટ, 2018)મીન

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

  • લકી સંખ્યા: 7

વાંચો આજે જે વ્યક્તિઓનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે…

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

ઑગસ્ટ 26, 2018 – સપ્ટેમ્બર 16, 2018

મંગળ તમારા ભાવ સંખ્યા 7 માં છે .આ વર્ષમાં તમારે એક જ બાબત ટાળવી જોઈએ, અને તે છે વધારે પડતો આત્મવિશ્વાસ. ઘર માટે અથવા પરિવારના કોઈક સભ્યની તબિયતની સ્થિતિ પાછળ ખર્ચને કારણે નાણાં વ્યયનું પ્રમાણ વધારે રહેશે. પારિવારિક સંબંધો તરફના તમારા અભિગમમાં વધુ જવાબદાર બનવાનો પ્રયાસ કરજો. તમારી નબળાઈઓને લાભ અન્યો લે અને પછી તમને લાગણીશીલ રીતે છિન્નભિન્ન કરી નાખે તેવી શક્યતા છે. જીવનસાથી સાથે અથવા પ્રેમ જીવનમાં સમસ્યાઓને કારણે વિસંવાદિતા સર્જાવાની શક્યતા છે. મુસાફરી ફળદાયી પુરવાર નહીં થાય એટલું જ નહીં તે નુકસાનમાં પરિણમશે.

સપ્ટેમ્બર 16, 2018 – નવેમ્બર 10, 2018

રાહુ તમારા ભાવ સંખ્યા 1 માં છે .તમે નવા ક્ષેત્રમાં કામ કરશો તો તે નુકસાનકારક સાબિત થશે, કેમ કે તેમાં ખર્ચ સાતત્યપણે વધશે, જે સીધા લાભમાં નહીં પરિણમે અથવા તેમં લાંબા ગાળે કશું જ પ્રાપ્ત નહીં થાય. શત્રુઓ તરફથી તકલીફ થશે અને કોર્ટ-કચેરીથી પરેશાન થશો. તમારા વર્તમાન કામને જાળવી રાખી શકશો તથા તમારા દૃષ્ટિકોણમાં સ્થિર અને લો-પ્રોફાઈલ રહી શકશો. મધ્યમ તથા લાંબા ગાળાની યોજના શરૂ કરો. આંખને લગતી સમસ્યા થશે. વિરૂદ્ધ જાતિની વ્યક્તિ સાથેની તમારી મિત્રતા સુમેળભરી નહીં હોય. ઝડપથી નાણાં બનાવવાની યોજનાઓમાં રોકાણ કરતા પૂર્વે પૂરેપૂરી તકેદારી લેજો. તમારા ગર્લ-બોયફ્રેન્ડને સમસ્યા થઈ શકે છે.

નવેમ્બર 10, 2018 – ડિસેમ્બર 28, 2018

ગુરુ તમારા ભાવ સંખ્યા 4 માં છે .પરિવાર સાથે ઊંડા તાદાત્મય અને લાગણીશીલ જોડાણની ઈચ્છા તમે ધરાવો છો, આ બાબત તમે તમારા માતા-પિતા પાસેથી શીખ્યા છો. પારિવારિક જીવનમાં સુસંવાદિતાની ખાતરી છે. ઉચ્ચ વ્યક્તિગત મૂલ્યો તથા આદર્શવાદી હોવું, એ કેટલાંક કારણો છે જેને કારણે અન્યો તરફથી તમને ભેટો તથા આશીર્વાદ મળી રહ્યા છે. તમારી ઉર્જા તમારા વ્યક્તિગત સંબંધો તથા ભાગીદારીને મળી રહી છે. તમારા જીવનમાં તમે જે પરિવર્તન અનુભવી રહ્યા છો, તે ઊંડાણપૂર્વકના તથા લાંબા ગાળા સુધી રહેશે. ઉચ્ચ અધિકારીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ સાથે તમે સંપર્કમાં આવશો. તમારી પ્રતિષ્ઠા અને માનમં વધારો થશે, તમે તમારૂં વાહન નફા માટે અથવા વધુ સારૂં વાહન ખરીદવા માટે વેચશો.

ડિસેમ્બર 28, 2018 – ફેબ્રુઆરી 24, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 6 માં છે .તમે ઉર્જાથી છલોછલ છો અને આ બાબત ચોક્કસ જ તમને પીઠબળ આપનારા લોકોને તમારા જીવનમાં આકર્ષશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે. આર્થિક રીતે તમારી માટે આ સરસ સમય છે. તમારા વ્યક્તિત્વમાં તથા કાર્યક્ષેત્રે તથા મિત્રો અને પરિવારમાં સુમેળ જાળવવાના નવા રસ્તા તમે શીખી રહ્યા છો. તમે તમારા સંવાદ કૌશલ્યને વિકસાવવાનું શીખી રહ્યા છો તથા તમારી અંગત જરૂરિયાતો તથા તમારી જાત સાથે તાદાત્મ્ય સાધવાના મોટા લાભ તમને મળશે. નોકરીમાં તમારૂં સ્તર જરૂર સુધરશે. તમારા સહ-કર્મચારીઓ તથા નીચે કામ કરતા લોકો પાસેથી સંપૂર્ણ સહકાર મેળવશો. આ સમયગાળામાં તમે જમીન અથવા મશીનરી ખરીદશો. તમારા સ્વાસ્થ્યની સંભાળ લેજો.

ફેબ્રુઆરી 24, 2019 – એપ્રિલ 17, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

એપ્રિલ 17, 2019 – મે 08, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .આ સમયગાળો તમારી માટે મિશ્ર ફળદાયી છે. માનસિક તાણ અને દબાણને કારણે આ સમયગાળામાં તમારે સહન કરવાનું આવશે. તમારી વ્યાવસાયિક ભાગીદારીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક રીતે આ સમયગાળો સારો નથી. મુસાફરી ફળદાયી નહીં નીવડે. જોખમ લેવાની વૃત્તિ પર સંપૂર્ણપણે અંકુશ રાખવું. તમારા નિકટજન અથવા પ્રિયપાત્ર સાથે તમારી તકરાર થઈ શકે છે, આથી આ પ્રકારની પરિસ્થિતિને ટાળવી. પ્રેમ તથા રોમાન્સ માટે આ સારો સમય નથી. પ્રેમ સંબંધ તથા અન્ય સંબંધોમાં તમારે બહુ સાવચેત રહેવું કેમ કે તેનાથી અપમાન થવાની તથા પ્રતિષ્ઠાને નુકસાન થવાની શક્યતા છે.

મે 08, 2019 – જુલાઈ 08, 2019

શુક્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.

જુલાઈ 08, 2019 – જુલાઈ 26, 2019

સૂર્ય તમારા ભાવ સંખ્યા 2 માં છે .ઢંગધડા વગરના ગૃહજીવન તરફ વધારે ધ્યાન તથા દરકાર આપવાની જરૂર પડશે. પારિવારિક મુદ્દાઓ તથા ચિંતાઓ સાથે પનારો પાડવો મુશ્કેલ બની રહેશે. પરિવારના સભ્યો સાથે તકરાર થયા કરશે. પરિવારમાં મૃત્યુની પણ શક્યતા છે. મોટા આર્થિક નુકસાન તથા મિલકતને લગતા નુકસાનની પણ શક્યતા છે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખવું. ગળું, મોં અને આંખને લગતા રોગો તકલીફ આપી શકે છે.

જુલાઈ 26, 2019 – ઑગસ્ટ 26, 2019

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 8 માં છે .વ્યવસાય અથવા નવા સાહસ અંગે કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. જોખમ લેવાનું સદંતર ટાળજો, કેમ કે આ તમારી માટે અનુકુળ સમય નથી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય તમારી અકળામણ વધારી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિથી દૂર રહેવું અન્યથા તેનાથી આર્થિક નુકસાનની શક્યતા છે. પ્રતિસ્પર્ધીઓ તમારી માટે વ્યક્તિગત તથા વ્યાવસાયિક મોરચે સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરશે. પાણીથી દૂર રહેજો કેમ કે ડૂબવાનો ભય છે. શરદી તથા તાવ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ લાવશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય ફક્ત આપણા પેજ પર. આપનો દિવસ શુભ રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,736 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>