તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

  • મેષ (6 સપ્ટેમ્બર, 2018)મેષ

લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

  • લકી સંખ્યા: 4
  • વૃષભ (6 સપ્ટેમ્બર, 2018)વૃષભ

ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

  • લકી સંખ્યા: 3
  • મિથુન (6 સપ્ટેમ્બર, 2018)મિથુન

તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે, તમને જે જોઈએ છે તેનાથી વિરૂદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

  • લકી સંખ્યા: 1
  • કર્ક (6 સપ્ટેમ્બર, 2018)કર્ક

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

  • લકી સંખ્યા: 5
  • સિંહ (6 સપ્ટેમ્બર, 2018)સિંહ

વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

  • લકી સંખ્યા: 3
  • કન્યા (6 સપ્ટેમ્બર, 2018)કન્યા

શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. નિકટના સંબંધી અથવા મિત્ર તરફથી સારા સમાચારથી દિવસ શરૂ થશે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

  • લકી સંખ્યા: 2
  • તુલા (6 સપ્ટેમ્બર, 2018)તુલા

આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે. એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

  • લકી સંખ્યા: 4
  • વૃશ્ચિક (6 સપ્ટેમ્બર, 2018)વૃષિક

આનંદથી ભરેલો સારો દિવસ. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. ઓૉફિસનું વાતાવરણ આજે તમારી માટે વધુ પડતું દુશ્મનાવટભર્યું બનવાની શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

  • લકી સંખ્યા: 6
  • ધનુ (6 સપ્ટેમ્બર, 2018)ધન

તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે. તેઓ અપાર ખુશીનું માધ્યમ છે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

  • લકી સંખ્યા: 3
  • મકર (6 સપ્ટેમ્બર, 2018)મકર

નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

  • લકી સંખ્યા: 3
  • કુંભ (6 સપ્ટેમ્બર, 2018)કુંભ

આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.

  • લકી સંખ્યા: 9
  • મીન (6 સપ્ટેમ્બર, 2018)મીન

ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં, આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દ
રેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

લકી સંખ્યા: 7

વાંચો આજે જે વ્યક્તિઓનો જન્મદિવસ છે એમનું આખું વર્ષ કેવું રહેશે…

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી) ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે1 ભાવ તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

સપ્ટેમ્બર 6, 2018 – ઑક્ટોબર 24, 2018
ગુરુ તમારા ભાવ સંખ્યા 3 માં છે  તમારી ભૌતિક જરૂરિયાતોને સંતોષવા તથા તમારી અંગત સુરક્ષાની રચના કરવા માટે અન્યો તરફથી સારી મદદ મળશે અથવા તેમના પ્રભાવને કારણે તમે એ દિશામાં આગળ વધી શકશો. નાણાં ચોક્કસ જ તમારી દિશામાં આવશે અને તમારી અંગત માન્યતાઓ, સપનાં તથા ફિલસૂફી પર ઊંડી છાપ છોડશે. તમારી યોગ્યતાને સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ તરફથી માન્યતા તથા સરાહના મળશે. તમારો સ્વભાવ મૈત્રીભર્યો છે અને વિવિધ સામાજિક પરિપ્રેક્ષ્યમાં તમને સમૂહમાં કામ કરવું આસાન જણાશે, સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે તમે થોડા ખિન્ન રહેશો. બાહ્ય ફેરફાર કરતાં વ્યક્તિગત પરિવર્તનો વધુ અસરકારક છે.

ઑક્ટોબર 24, 2018 – ડિસેમ્બર 21, 2018
શનિ તમારા ભાવ સંખ્યા 5 માં છે .નોકરીને લગતી બાબતો સરેરાશથી ઓછી તથા સદંતરપણે સંતોષકારક કહી શકાય એવી નહીં હોય. આ સમયગાળામાં કાર્યસ્થળનો માહોલ વ્યગ્ર તથા તાણ હેઠળ રહેશે. જોખમ લેવાની વૃત્તિને સંપૂર્ણપણે દબાવવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે મહત્વની પ્રવૃત્તિઓ ટાળવી જોઇએ. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષે તમે કેટલાક પડકારોમાં અંતરાયોનો અનુભવ કરશો. અનિશ્ચતતા તથા કેટલીક બાબતોમાં મૂંઝવણ પ્રવર્તશે. તમારા પોતાના લોકો તરફથી પીઠબળનો સંપૂર્ણ અભાવ જોશો. તમારી સામે કાનૂની પગલાં લેવાય એવી શક્યતા પણ છે. તમારી પ્રિય વ્યક્તિની તબિયત ચિંતા કરાવી શકે છે. આ સમયગાળામાં સંતાનપ્રાપ્તિની બાબતમાં સમસ્યાઓ પેદા થશે. આ સમયગાળામાં ધીરજ રાખવી તથા પરિવર્તન ટાળવું

ડિસેમ્બર 21, 2018 – ફેબ્રુઆરી 11, 2019
બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

ફેબ્રુઆરી 11, 2019 – માર્ચ 04, 2019
કેતુ તમારા ભાવ સંખ્યા 6 માં છે .આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે તમે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. સંવાદ તથા વાટાઘાટો તમારી તરફેણમાં રહેશે તથા નવી તકો લાવશે. તમે ઉદાર બનશો અને લોકોને મદદ કરશો. વેપાર-નોકરી વગેરેને લગતા પ્રવાસો વારંવાર થશે, તેનાથી લાભ થવાની શક્યતા છે. જો તમે નોકરિયાત હો તો, નોકરીના સ્થળે તમારી પરિસ્થિતિમાં સુધારો થશે.

માર્ચ 04, 2019 – મે 04, 2019
શુક્ર તમારા ભાવ સંખ્યા 3 માં છે .લોકો તમારી તરફ આશાભરી નજરે જોશે તથા તમારી સલાહ લેવા આવશે. સમસ્યાઓ એની મેળે ઉકેલાવાની શરૂઆત થશે. આ આખો સમયગાળો તમારી માટે મોટી શક્યતાઓ અને ઊર્જાના તબક્કાનો રહેશે. સમય તમારી માટે સદભાગ્ય, કૌશલ્ય અને હિંમત લાવશે. ઉપરીઓ પાસેથી ભૌતિક લાભ તથા સ્વીકૃતિ મળશે. આથી નવા કામ હાથ ધરવા માટે તથા નવા સ્થળે જવા માટે આ સારો સમય છે. તમે અનેક લોકો સાથે સંકળાશો તથા સંપર્કોનો ઉપયોગ લેવડ-દેવડ બંનેમાં કરી શકશો. આ સમયગાળો તમારા ભાઈભાંડુઓ માટે ખુશી તથા સફળતા લાવશે.

મે 04, 2019 – મે 22, 2019
સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

મે 22, 2019 – જૂન 22, 2019
ચંદ્ર તમારા ભાવ સંખ્યા 11 માં છે .તમારી માટે આ આર્થિક સ્થિરતાનો ગાળો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી આશાઓ તથા મહત્વાકાંક્ષાઓ પર કામ કરી શકો છો અને તેને યોગ્ય આકાર આપી શકો છો. પ્રેમ તથા રોમાન્સ માટે અનુકુળ સમય છે. તમે નવી મિત્રતા વિકસાવશો, જે ફળદાયી અને મદદરૂપ સાબિત થશે. વિદ્વાનો તરફથી તમે માન તથા સન્માન મેળવશો અને વિરૂદ્ધ જાતિની વ્યક્તિઓ વચ્ચે પણ તમે ખાસ્સા લોકપ્રિય થશો. લાંબા અંતરના પ્રવાસોની શક્યતા છે.

જૂન 22, 2019 – જુલાઈ 13, 2019
મંગળ તમારા ભાવ સંખ્યા 6 માં છે .આ તમારી માટે સુંદર તબક્કો છે, તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરજો. તમારી તમામ તાણ અને મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળશે. પારિવારિક તથા વ્યાવસાયિક વતાવરણ તમારી તરફેણમાં રહેશે. વાહન હંકારતી વખતે તમારે થોડું ધ્યાન રાખવું. તમારા શત્રુઓ તમારી સામે આવવાની હિંમત નહીં કરે કેમ કે તમે તેમને કચડી નાખવની માનસિક સ્થિતિમાં છો. તમે બહાદુર વ્યક્તિ તરીકે સામે આવશો અને વ્યવસાયમાં વિશેષ યોગ્યતા પણ મેળવશો.

જુલાઈ 13, 2019 – સપ્ટેમ્બર 06, 2019
રાહુ તમારા ભાવ સંખ્યા 12 માં છે .આ સમયગાળો સ્થાન પરિવર્તન તથા નોકરીમાં બદલાવનું સૂચન કરે છે. માનસિક અસ્વસ્થતાથી પીડાશો. તમારી માનસિક શાંતિ હણાઈ જશે. પરિવારના સભ્યોનો અભિગમ સદંતર અલગ રહેશે. મોટું રોકાણ ન કરતા કેમ કે બધું જ તમારી ધારણા મુજબ પાર પડે તેવી શક્યતાઓ ઓછી છે. તમારા મિત્રો અને સાથીદારો તેમના વચનો પાળશે નહીં. તમારા દુરાચારી મિત્રોથી સાવચેત રહેજો, કેમ કે તેમના કારણે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે. પરિવારના સ્વાસ્થ્યની દરકાર લેજો , કેમ કે તેમની તબિયતમાં બગાડો થઈ શકે છે. આથી, અત્યારથી કોઈ મુસાફરીની યોજના બનાવતા નહીં. શારીરિક વ્યાધિઓની પણ શક્યતા છે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ
દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,198 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>