ડુંગળી ફ્રાઈ કરવાનુ ટેંશન
ખાસ કરીને વર્કિન ડેઝ પર, જૉબ સાથે કિચનમાં તમારી પસંદની ડિશ બનાવવી પણ થાકવાળો કામ લાગે છે. જ્યારે વાત ટિફિન તૈયાર કરવાની હોય અને ટાઈમ ઓછો હોય તો.. જો તમે પણ વર્કિંગ વુમન છો અને આ પરેશાનીનો સામનો રોજ કરો છો તો આ ટિપ્સ તમારે માટે જ છે…
રોટલી બનાવવી લાગશે ચપટીનુ કામ
લોટ બાંધવો મોટાભાગની સ્ત્રીઓને ખૂબ જ ઉબાઉ કામ લાગે છે. તેથી 2 દિવસનો લોટ એક જ સાથે બાંધીને ફ્રિજમાં મુકી રાખો. સવારે તમારો ખૂબ સમય બચશે. હા પણ રોટલી બનાવવાના એક કલાક પહેલા લોટ ફ્રિજમાંથી કાઢી લો. જેથી રોટલી મુલાયમ બને.
ચટણી અને અથાણા પર નહી કરવો પડે વિચાર
કિચન કનેક્શનને સારુ બનાવવા માટે ચટણી અને અથાણાની પણ અરેંજમેંટ પહેલા જ કરી શકો છો. બાળકોના ટિફિનમાં પણ ક્યારેક ક્યારેક સ્ટફ્ડ પરાઠા અથાણા કે ચટણી સાથે આપવાથી તેમને માટે પણ ટેસ્ટમાં ચેંજ થઈ શકે છે.

બ્રેડથી ચઢિયાતુ કશુ જ નથી
વર્કિંગ વુમન હોવાને નાતે તમારા ફ્રિજમાં બ્રેડનુ પેકેટ હંમેશા રહેવુ જોઈએ. ઈમરજેંસીમાં તેનાથી સારુ બીજુ કશુ નથી. ઓછા સમયમાં સેંડવિચ કે ફ્રેંચ ટોસ્ટ બનાવીને સ્નેક્સમાં લઈ શકાય છે.
સાઉથ ઈંડિયન ડિશેજના શોખીન છો તો..
જો તમને સાઉથ ઈંડિયન ફૂડ પસંદ છે તો ઈડલી અને ઢોસાનુ મિશ્રણ પહેલા જ તૈયાર કરી લો. તેને તમે 2-3 દિવસ સુધી આરામથી ઉપયોગમાં લઈ શકો છો. નાસ્તો હોય કે ટિફિન તૈયાર કરવાનુ હોય આનાથી બેસ્ટ ઓપ્શન બીજુ કોઈ નહી મળે.
ઘર પર જ તૈયાર કરી લો સ્પ્રાઉટ્સ
આજકાલ તો પેકેટ્સમાં પણ સ્પ્રાઉટ્સ મળવા લાગ્યા છે. પણ આ બે મિનિટનુ કામ તમે ઘરે જ સહેલાઈથી કરી શકો છો. તમારી પસંદગીના બીન્સ જેવા કે મગ, ચણાને અંકુરિત કરી લો અને ફ્રીઝરમાં સ્ટોર કરી મુકી રાખો. જ્યારે પણ સમય ઓછો હોય અને ભૂક લાગે તો તેના દ્વારા હેલ્દી સ્નેક્સ તૈયાર કરી શકો છો.
શાકભાજી બનાવવી નહી લાગે બેકાર કામ
સવારે ઓફિસ જવાની જલ્દીમાં સૌથી વધુ સમય લાગે છે. શાકભાજીને કાપવા છોલવામાં. તમે વીકેંડ પર આ તૈયારી પણ કરી શકો છો. મટર પહેલાથી જ છોલીને એયરટાઈટ કંટેનરમાં મુકી દો. આ રીતે ધાણા અને ફુદીના પણ ટાઈમ મળવા પર સાફ કરીલો. વીક ડેઝમાં એક રાત પહેલા શાકભાજી કાપવાનુ કામ ખૂબ જ સહેલુ છે.

ડુંગળી ફ્રાઈ કરવાનુ ટેંશન
મોટાભાગની રેસીપીઝમાં આપણે ડુંગળીને સોનેરી થતા સુધી સેકીએ છીએ. તેનાથી કુકિંગમાં વધુ સમય લાગે છે. આ માટે પહેલા થી જ એક સાથે ડુંગળીને સેકીની મુકી રાખશો તો તમને સરળ રહેશે. તેને એયરટાઈટ બોક્સમાં સ્ટોર કરીને ફ્રિઝમાં મુકી રાખો.