તીખા ઘુઘરા – ચટપટા ટેસ્ટનાં એએ ઘુઘરા નાસ્તામાં માટે બેસ્ટ છે.

આજે આપણે બનાવીશું જામનગર ની એક પ્રખ્યાત રેસીપી “ તીખા ઘુઘરા “ , આ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને આને એવા જ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે આનું બહાર નું પડ સરસ ક્રિસ્પી અને સ્ટફિંગ મસાલેદાર હોય છે તો ચાલો એવા ઘુઘરા ઘરે કેવી રીતે બનાવવા તે જોઈ લઇએ.

સામગ્રી

  • લોટ બાંધવા માટે
  • ૫૦૦ ગ્રામ મેંદો
  • ૪-૫ ચમચી તેલ મોવણ માટે + તળવા માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી

સ્ટફિંગ માટે:

  • ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા
  • ૧/૨ કપ બાફેલા સફેદ વટાણા
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • ૧/૪ ચમચી હળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સમારેલી કોથમીર

રીત :
1) લોટ માં મીઠું અને તેલ નાખી સરસ રીતે મિક્ષ કરી લો , હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જાવ અને જેવો પુરી જેવો લોટ બાંધીએ એવો લોટ બાંધી લો અને થોડું તેલ લઈ મસળી લો , હવે એને ઢાંકીને ૫ થી ૧૦ મિનીટ રહેવા દો1 (2)
2) બાફેલા બટાટાને છોલીને એનો માવો કરી લો હવે એમાં હળદર , મીઠું , ગરમ મસાલો અને સમારેલી કોથમીર એડ કરી બધું સરસ રીતે મિક્ષ કરી લો (આમાં લાલ કે લીલું મરચું એડ નથી કરવાનું આમાં જે પણ ટેસ્ટ આવશે એ ગરમ મસાલા નો આવશે એટલે ગરમ મસાલો સરસ ફ્રેશ વાપરવો જેથી ટેસ્ટ સરસ આવશે2
3) હવે જે લોટ બાંધીને મૂક્યો છે એને એકવાર મસળી લો એમાં થી એક લુવો બનાવો અને એમાં થી લંબગોળ પુરી વણી લો પુરી ને મીડીયમ થીક વણવાની છે એકદમ પાતળી ના કરવી3
4) પુરીમાં ૧ થી ૨ ચમચી સ્ટફિંગ મૂકો , પુરી ને ફોલ્ડ કરો એની કિનારી સરસ રીતે દબાવી દો હવે જેવી સ્વીટ ઘુઘરાની કાંગરી વાળીએ એ રીતે સરસ કાંગરી વાળી દો જો હાથ થી આ રીતે કાંગરી વાળતા ના ફાવે તો માર્કેટમાં ઘુઘરા ના મોલ્ડ મળે છે એના થી પણ ઘુઘરા બનાવી શકો છો4
5) ઘૂઘરા તળવા તેલ ગરમ મુકો અને ઘુઘરાને ધીમા ગેસ પર તળવા , ગેસ ની ફ્લેમ વધારવાની નથી આને એકદમ ધીમા ગેસ પર જ તળવાના જેથી તેનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે5
6) સરસ આવા ગોલ્ડન બ્રાઉન કલરના તળવાના છે આને તળતા લગભગ ૧૦ થી ૧૨ મિનીટ જેવો સમય લાગે છે એટલે સહેજ પણ ઉતાવળ ના કરવી તો ખૂબ જ સરસ ક્રિસ્પી પડ બનશે6 (2)
7) ઘુઘરા ને સર્વિંગ પ્લેટમાં લઈ લો હવે એના ઉપર મીઠી ચટણી , તીખી ચટણી ,લાલ ચટણી ,બેસન ની સેવ ,મસાલા સીંગ અને થોડી સમારેલી કોથમીર એડ કરો ઘુઘરા ને ગરમા ગરમ સર્વ કરો તો ખાવાની ખૂબ જ મજા આવશે7

 

 

સૌજન્ય :  શ્રીજી ફૂડ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,146 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 63

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>