Think positive: જે દેખાય તેના માટે ઊંચું વિચારો….

positive

એકવખત સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા. દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો જોયો. બાજુમાં જ એક દારુની ખાલી બોટલ પણ પડી હતી. સંત ખુબ દુ:ખી થયા. એ વિચારવા લાગ્યા કે આ માણસ પણ કેવો કામાંધ છે.
સવારના પહોરમાં દારુ પી ને સ્ત્રીના ખોળામાં માથુ મુકીને પ્રેમાલાપ કરે છે.

થોડીવારમાં સમુદ્રમાંથી “બચાવો” “બચાવો” ની બુમો સંભળાઇ. સંતે જોયુ કે એક માણસ દરિયામાં ડુબી રહ્યો છે. પણ પોતાને તો તરતા આવડતું નહોતું એટલે એ જોવા સિવાય બીજુ કંઇ જ કરી શકે તમે નહોતા. સ્ત્રીના ખોળામાં માથુ મુકીને સુતેલો પેલો પુરૂષ ઉભો થયો અને ડુબતા માણસને બચાવવા એ સમુદ્રમાં કુદી પડ્યો.

થોડીવારમાં તો એ પેલા માણસને બચાવીને સમુદ્રકિનારે લઇ આવ્યો. સંત વિચારમાં પડી ગયા કે આ માણસને સારો ગણવો કે ખરાબ?
એ પેલા પુરૂષ પાસે ગયા અને પુછ્યુ, ભાઇ તું કોણ છે અને અહીંયા શું કરે છે? પેલા પુરૂષે જવાબ આપ્યો કે હું એક ખારવો છુ અને માછીમારી નો ધંધો કરુ છુ. આજે ઘણા દિવસો પછી સમુદ્રની સફર કરીને વહેલી સવારે અહીંયા પહોંચ્યો છું.

મારી માં મને લેવા માટે સામે આવી હતી અને સાથે (ઘેર બીજુ કોઇ ખાસ વાસણ ન હોવાથી) આ દારુની બોટલમાં પાણી ભરીને લાવી ‘તી. ઘણા દિવસની મુસાફરીનો ખુબ થાક હતો અને સવારનું આ સુંદર વાતાવરણ હતું એટલે પાણી પી ને મારી માં ના ખોળામાં માથું રાખીને થાક ઉતારવા અહિંયા જ સુઇ ગયો.

સંતની આંખમાં આંસુ આવી ગયા કે હું પણ કેવો માણસ છું જે કંઇ જોયુ એ બાબતમાં કેવા ખોટા વિચારો કરવા લાગ્યો જ્યારે હકીકત કંઇક જુદી જ હતી! કોઇપણ ઘટના માત્ર આપણને દેખાય એવી જ ન હોય, એની એક બીજી બાજુ પણ હોય….

THINK POSITIVE

કોઈના વિશે કંઈ પણ JUDGEMENT લેતા પહેલા 100 વાર વીચારવુ… હકારાત્મક વિચાર કેળવવા જોઈએ.

Comments

comments


8,259 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 12