વિશ્વનું સૌથી અમીર ગામ, દરેક ઘરમાં દસ-દસ રૂમ છે વાંચો બીજી રસપ્રદ વાતો…

દરેક ઘરમાં દસદસ રૂમ ગામમાં સીતેરથી વધારે ફેક્ટરી દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા પાંસઠ લાખથી વધારે રકમ જમા.આપણે સૌ ભારતમાં રહીએ છીએ તેથી ગામડાં તો જોયા જ હોય છે. અમુક ગામડાઓ તેની સ્વચ્છતાને કારણે ઓળખાતાં હોય તો અમુક ગામડાઓ તેની ગંદકીને લીધે ઓળખાતાં હોય છે. ક્યારેય આપણને પણ વિચાર આવે કે, ગામડાંમાં રહેતાં લોકોને દરેક પ્રકારની સુવિધાઓ ક્યારેય મળી શકશે ખરી ? પરંતુ આજ આપણે એક એવાં ગામની વાત કરીશું જે મોટામોટા શહેરને પણ પાછળ છોડી દે તેવી સગવડતાઓ સાથે જીવન પસાર કરે છે. ચીનનું એક ગામ જ્યાંના દરેક વ્યક્તિ અમીર છે. ચીનનું જિયાંગ્સુ શહેરમાં આવેલ ગામ જેનું નામ છે “વાક્શી” છે. તેને ચીનમાં “સુપર ગામ” અને દુનિયાનું સૌથી અમીર ગામ કહેવાય છે. આ ગામના દરેક માણસો પાસે પોતાનું ઘરનું ઘર, પોતાની ફોરવીલ અને મોટા પ્રમાણમાં રોકડ છે. શંધાઈથી એકસો પાંત્રીસ કિલો મીટર દુર આ ગામમાં આજ પણ મોટા પ્રમાણમાં મલ્ટીનેશનલ કંપનીઓ છે, અને ત્યાં મોટાપ્રમાણમાં ખેતી પણ કરવામાં આવે છે. ૨૦૧૪માં દરેક વ્યક્તિની વર્ષની આવક ઈઠાસી લાખ રૂપિયા હતી. એવું નથી આ ગામ શરુઆતથી રૂપિયાવાળું છે. ૧૯૬૧માં આ ગામ એકદમ ગરીબ હતું. આ ગામમાં ૧૯૯૦ના સમયમાં એક કંપની આવી તે કંપનીમાં ગામના દરેક વ્યક્તિ શેર હોલ્ડર બન્યા.હાલના સમયમાં ગામમાં સીતેરથી વધારે ફેક્ટરી અને દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા પાંસઠ લાખથી વધારે રકમ જમા છે. તેમજ લોખંડ, સિલ્ક અને ટુરીજ્મ દ્વારા ૨૦૧૨માં ૬૪ હજાર કરોડની આવક થઈ.આ ગામનો એક અનોખો નિયમ છે. જો તમે આ ગામને છોડીને જવા માંગતા હોય તો તમારી પુરી મિલકતને છોડીને જવાનું રહે. આ ગામમાં બનેલ ૭૨ માળની બિલ્ડીંગ ૬૦માં માળે બનેલ બળદની મૂર્તિમાં લાખો કિલો સોનાનો ઉપયોગ થયો છે.ગામના વધારે પડતાં ઘર એક જેવા છે અને દરેક ઘરમાં દસદસ રૂમ છે. નજીકથી જોવાથી તે ઘર ઘર નહી પરંતુ હોટલ હોય તેવું દેખાય છે.તેમાં સુવિધા વિદેશીઓના મકાન કરતાં પણ વધારે હોય છે. આ ગામના દરેક ઘરની એસી ટકા આવક ટેક્સ ભરવામાં જાય છે. અહીંની દરેક વ્યક્તિ ટેક્સ ભરવામાં જરાય બેઈમાની કરતાં નથી.સમયસર ટેક્સ જમા કરાવવાથી સરકાર તરફથી લકજરી વિલા, ફોરવીલ, લગ્જરી હોટલોમા જમવાનું, સ્વાસ્થ્ય સુવિધા, તેમજ ફરવા માટે હેલિકોપ્ટર જેવી અનેક સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે.શહેરની વચ્ચો વચ્ચ લૌન્ગીઝી ઈન્ટરનેશનલ હોટલ. ગામમાં જ એરપોર્ટ બનાવેલ છે. ગામમાં વીસ હજારથી વધારે મજુર કામ કરે છે.પચાસ વર્ષથી મોટી ઉમરની સ્ત્રીઓ અને પંચાવન વર્ષથી મોટી ઉંમરના પુરુષોને દર મહીને સરકાર તરફથી પેન્શન આપવામાં આવે છે.

લેખન : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચવા માટેજાણવા માટે લાઇક કરો અમારું પેજ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,254 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>