TED શો ને હિન્દીમાં નાના પરદે હોસ્ટ કરશે કીંગ ખાન!!

2_Shah_Rukh_Khan

શાહરૂખ ખાન નો ‘કોણ બનેગા કરોડપતિ’ અને ‘પાંચમી પાસ’ આ શો તો યાદ જ હશે ને! આ શો ને હોસ્ટ કરીને જ શાહરૂખે દર્શકોના દિલ જીત્યા હતા. ટેડ (TED) શો અમેરિકન શો છે, જેનું ભારતમાં હિન્દી વર્ઝન બનાવવામાં આવી રહ્યું છે.

જાણકારી અનુસાર શાહરૂખ ખાન આ શો ને હોસ્ટ કરશે. એટલેકે જલ્દીથી તેમને નાના પરદે લોકો હોસ્ટ કરતા જોઈ શકશે. ટેડ નો અર્થ મનોરજન, ટેકનીક અને ડીઝાઇન થાય છે. આ શો ને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની હાલ પુરતી માહિતી નથી.

ખરેખર, ટેડ માં એવું હોય છે કે આમાં અલગ અલગ લોકો સાથે વાતચીત કરવામાં આવે છે. તેમની જિંદગીની સમસ્યાઓ અને લોકોના વિચારો ને શો માં રાખવામાં આવે છે અને તેમના પર ચર્ચાવિચારણા કરવામાં આવે છે. આ ને ‘સ્ટાર પ્લસ’ ચેનલ પર ટેલીકાસ્ટ કરવામાં આવી શકે છે.

આ શો નું ટાઈટલ ‘ટેડ ટોક્સ : ઇન્ડિયા નઈ સોચ’ છે. આ શો ના પહેલા એપિસોડમાં એક મેલ અને ફીમેલ સ્પીકર જોવા મળશે. આ શો માં જોવા મળતી ‘નવી સોચ’ થી લોકો પ્રેરિત થશે તેવું શાહરૂખ નું કહેવું છે.

Comments

comments


3,694 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 + = 11