તંદૂરી બેબી પોટેટોસ ઈન ટેન્ગી ગ્રેવી – આ સ્વાદિષ્ટ શાક આજે જ નોંધી લે જો ભૂલ્યા વગર …

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક સ્વાદિષ્ટ વાનગી લઇ ને આવી છું, તમે મારી તંદુરી બેબી પોટેટોસની સ્ટાટૅરની રેસીપી જોઇ લીધી હશે તો આજ એ તંદૂરી પોટેટોનુ પંજાબી શાક કેવી રીતે બને તે શીખવાડીશ.

તંદૂરી બટેટા કેવી રીતે તૈયાર કરવા નીચે ક્લિક કરો ને રેસીપી જાણો !!

તંદૂરી બેબી પોટેટોસ

ગ્રેવી બનાવવાની સામગ્રી —

  • 2 કાંદા બારિક સમારેલા,
  • 4-5 ટામેટાં સમારેલા,
  • 1 tbsp- આદુ મરચા અને લસણ પેસ્ટ,
  • 1 tbsp -તંદૂરી મસાલા ,
  • 1/2 tsp હળદર પાવડર,
  • 1 tbsp ધાણાજીરું,
  • સ્વાદ અનુસાર મીઠું ,
  • 1tbsp કસુરી મેથી,
  • તેલ 3to 4 tbsp,
  • સમારેલી કોથમીર .

ગ્રેવી બનાવવા ની રીત

1–પેનમાં તેલ ગરમ કરી તેમા કાંદા સાંતળો અને સોનેરી થાય એટલે તેમાં , આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરો, બે મિનિટમાં ફ્રાય કરો ત્યાર બાદ તેમાં ટામેટાં નાખી અને ફરી સાંતળો. હવે બધા મસાલા પણ ઉમેરી ને સાંતળો જ્યારે ડુંગળીના ટમેટા બરાબર ચઢી જાય અને તેમાથી તેલ છુટુ પડી જાય એટલે ગેસ બંધ કરો. ગ્રેવી ઠંડી થાય એટલે મિકસર મા પીસી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.2–હવે પાનમાં 3-4 tbsp તેલ ગરમ કરો તેમા તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ઢાંકણ ઢાંકી 5-10મિનીટ ઉકાળો ત્યાર બાદ તેમાં કસુરી મેથી ઉમેરો અને 5 મિનિટ માટે ફરીથી ઉકાળો, હવે તંદૂરી તેમા તૈયાર કરેલા તંદૂરી બેબી પોટેટોસ ઉમેરો અને 5 મિનિટ માટે ફરીથી ઉકાળો, હવે કોથમીર અને કસુરી મેથી ભભરાવી ને ગારનીશ કરી ને ગરમા ગરમ કુલચા, રોટી કે પરાઠા સાથે પીરસી દો… 
નોંધ —

આ તંદૂરી બેબી પોટેટોસમે એરફ્રાયર મા બનાવ્યા છે જો તમારી પાસે એરફ્રાયરના હોય તો ગેસના તંદૂરમા પણ બનાવી શકાય છે.

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,281 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>