તમે જેને કચરામાં નાખી દો છો તેવી તરબુચની છાલ તેમાથી બનાવો એક મસ્ત ચટપટી સબ્જી

મિત્રો ઘરની ગૃહિણીઓ ઘરના વ્યક્તિઓનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતી હોય છે. ઘર પરિવારના લોકોને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવવાનું કામ માત્ર એક ગૃહિણી જ કરી શકે. પરંતુ ઘણી વખત ગૃહિણી ઘરમાં લાવેલી વસ્તુઓનો પૂરતો ઉપયોગ કરી શકતી નથી. માર્કેટમાંથી લાવેલી શાકભાજી, ફળ કે પછી કરિયાણાની વસ્તુને જેમતેમ વાપરતી હોય છે.

હાલમાં ધોમ તડકો ચાલી રહ્યો છે, તડકાની આ સીઝનમાં દરેક લોકોને તરબૂચ ખાવું ખૂબ જ પસંદ આવતું હોય છે. આમ પણ આ સિઝનમાં માર્કેટમાં ભારી માત્રામાં તરબૂચ જોવા મળે છે. લોકો તરબૂચ ખાવા માટે ઘરે લાવતા હોય છે. પરંતુ આપણે તરબૂચ ની અંદર ના ભાગ ને ખાઈ ને તેની છાલને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે આ છાલ નો એક શાનદાર રેસીપી તરીકે ઉપયોગ કરી શકાય છે. તરબૂચ ની આ જાડી છાલના ઉપરના લીલા ભાગ ને છોલીને તેના વચ્ચેના સફેદ ભાગમાંથી એક સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી શકાય છે.

સબ્જી માટે જરૂરી સામગ્રી

  • ૪૦૦ ગ્રામ તરબુચની છાલ,
  • એક કપ પાણી,
  • ૨ ચમચી તેલ,
  • ૨ ચમચી જીરૂ,
  • ૩ ચમચી ખાંડ,
  • ૧ ચમચી હળદર,
  • ૩ ચમચી લાલ મરચું,
  • ૩ ચમચી આદુ મરચુ લસણની પેસ્ટ,
  • મીઠું સ્વાદ અનુસાર.

બનાવવાની રીત

સૌપ્રથમ તમારે તરબૂચના અંદરના લાલ ભાગને ખાઇ લીધા બાદ વધેલી છાલને ઉતારી લો. હવે આ ચાલ પર નો લીલો ભાગ સાઈડમાં કાઢી લો. ત્યારબાદ વધેલા સફેદ ભાગના નાના નાના ટુકડા કરી નાખો. ત્યાર બાદ એક પેન લઈને તેની અંદર તેલ ગરમ મૂકો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં જરૂરી માત્રામાં જીરુ, લાલ મરચું, આદુ, લસણ અને તરબૂચના ટુકડા નાખો.

ત્યારબાદ તેની અંદર નમક નાખીને પકાવવા માટે મૂકી દો. જ્યારે તેની અંદર રહેલું પાણી બળવા લાગે ત્યારબાદ તેને ઉતારી લો. તો તૈયાર છે તમારું સ્વાદિષ્ટ તરબૂચ ની છાલ નું શાક. આ શાક ને તમે પુરી કે પછી પરોઠા સાથે ખાઈ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,223 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>