તમારૂ પર્સ રાખો પૈસાથી છલોછલ, કરો હનુમાનજીનો આ સરળ ઉપાય

તમને દરેક ને આ વાતનો અનુભવ અવશ્ય હશે કે ઘણીવખત ગમે તેટલું જતન કરવા છતાં કે કરકસર કરવા છતાં પણ પૈસો ટકતો જ નથી. એવામાં અમે આપનાં માટે કેટલાંક એવાં ઉપાય લઇને આવ્યા છીએ જેના જતનથી તમારી પૈસાની સમસ્યા દૂર થઇ જશે. અને તમને આર્થિક રીતે ઘણાલાભ થશે તો ચાલો ત્યારે નજર કરીએ હનુમાનજીને પ્રસન્ન કરવાના ચાર સરળ ઉપાય જે આર્થિક કષ્ટોમાંથી છૂટકારો આપે છે.

દર શ્રાવણ મહિનાના મંગળવાર ના દિવસે હનુમાનજીને એક નાગર વેલના પાનમાં કાથો, ગુલકંદ, વરીયાળી, કોપરું અને ફૂલ પધરાવી ચડાવો. આ પાનમાં સોપારી કે ચૂનાનો ઉપયોગ કરવો નહિ. ભગવાનની પૂજા કરી તેમની સમક્ષ તમારી મનોકામનાપૂર્તિ માટેની પ્રાર્થના કરો.

તમારા પર્શ ને હંમેશા પૈસાથી ભરેલ રાખવા મંગળવાર ના દિવસે ઘરમા હનુમાનજીની પારસની મૂર્તિ પ્રસ્થાપિત કરો. તંત્ર અનુસાર પારસથી બનેલા હનુમાનજીનું પૂજન કરવાથી બગડેલા કાર્યો પણ બની જાય છે. તેનાથી બધા જ પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે અને સાથે જ ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થઈ જાય છે.

ભગવાન હનુમાન ને ખુશ કરવા મંગળવાર ના દિવસે સવારે નાહી અને વડલાના ઝાડના ૧૧ અથવા ૨૧ પાંદડા તોડી લાવો અને તેને પાણીથી ધોઈ લો અને તેના પર ચંદનથી ભગવાન ભગવાન શ્રીરામનું નામ લખો. હવે આ પાંદડાની એક માળા બનાવી હનુમાનજીના મંદિરમાં જાવ અને આ માળા હનુમાનજીને અર્પણ કરો.

મંગળવાર ના દિવસે સવારમાં નહિ ધોઈ તથા બીજી દૈનિક ક્રિયાઓ સમાપ્ત કરી કરી વડલાના ઝાડનું એક પાંદડું તોડો અને તેને ચોખ્ખા પાણીમાં ધોઈ લો. હવે આ પાનને મંદિરમાં હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને ત્યારબાદ તેના પર કેસરથી શ્રીરામ લખો. આ પાનને પછી પોતાના પર્સમાં રાખી દેવું. પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

જ્યારે બીજા વર્ષે પાછો શ્રાવણ મહિનો આવે ત્યારે આ પાનને નદીમાં પધરાવોઅને ફરીથી એક નવું અભિમંત્રિત પાન સાથે રાખી લો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,418 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>