તમારુ લાઈટ બીલ ૫૦ ટકા ઓછુ કરવુ છે તો ફોલો કરો આ TIPS

વીજળી નું બીલ તો બધા ને ભરવામા પ્રોબ્લેમ થતો હોય છે કારણકે તેમને અમ થાય કે થોડું ઓછું બીલ્લ હોત તો સારું હતું પણ તમે ઇચ્છો તો તમારા વીજળીનુ બિલ ઓછુ કરી શકો છો. પણ કઇ ખાસ નહી પરંતુ કેટલીક સહેલી ટિપ્સ તમે ફોલો કરી શકો છો.

બસ આટલી ટીપ્સ યાદ રાખો થાય જશે ૫૦ ટકા બીલ

અહી સૂતી પહેલી વાત કરીએ તો તે છે તમારુ ફ્રીઝ જે ખાલી રહેતું હોત તો તેનાથી વધારે વીજળી ખર્ચ થાય છે. અને જેથી તમે ફ્રીઝમા હંમેશા ફળ અને શાકભાજી રાખો અને સાથે જ ફ્રીઝને હંમેશા નોર્મલ મોડ પર રાખો છો.

ઘણી વાર તમારા ઘરમા વોશિંગ મશીનમા તેની કેપેસીટી કરતા વધારે કપડા નાખી દીધા હોય અને કપડા વોશિંગ મશીનની કેપેસીટી કરતા વધારે હશે તો વીજળી બિલ વધારે આવે છે. અને જેનાથી વોશિંગ મશીનની કેપેસીટી મુજબ કપડા ધોવાનો આગ્રહ રાખો.

ઘણા લોકો રાત્રે સુવાની સાથે બલ્બ ચાલુ રાખી સુતા હોય છે. જેનાથી ખોટુ વીજળીનુ બિલ વધારે આવે છે. અને જેથી હંમેશા બલ્બ અને લાઇટોને બંધ કરીને સુવાનો આગ્રહ રાખવો જેથી કરીને બીલ ઓછુ આવે.

જો તમારા ઘરમા સાદો બલ્બ છે તો તેનાથી વીજળીનુ મીટર વધારે ગતિથી ચાલે છે. માટે તમે બલ્બની જગ્યાએ સીએફએલ બલ્બ લગાવીને વીજળીનુ બિલ ઓછુ કરી શકો છો તેનાથી ઘણો ફેર પડે છે.

ખાસ યાદ મિત્રો રાખો કે જયારે જીરો વોટનો બલ્બ પણ દસ વોટની આસપાસ વીજળીનો ઉપયોગ થાય છે. અને જયારે કોમ્પ્યુટર અને ટીવીનું પાવર બટન પણ બંધ કરી દેવું જોઇએ.

ઘરના વાપરતા ઉપકરણો ને પાવર એક્સટેંસનથી જોડીને ટ્રાય કરો. અને કોમ્પ્યુટર ટીવી પ્લેયર પણ બંધ કરી દેવા ખોટી રીતે ચાલુ રહેવા ના દો.

જો તમે વારમ વારમ ગરમ પાણી કરવા માટે જો હીટર હોય તો તેને હંમેશા 48 ડીગ્રી પર જ રાખો. માટે જેનાથી તમારી વીજળીનો ખર્ચ વધારે નહી આવે.

ઘણા લોકો ગરમીમા AC નો ઉપયોગ કરતા હોય છે પણ જોકે તેનાથી વાતાવરણને ખૂબ નુકસાન થાય છે. માટે જો તમે ઘરમા કુલર રાખશો તો તે સ્વાસ્થ્ય અને વાતાવરણ બન્ને માટે ફાયદાકારક નીવડે છે જેનાથી તમને ફાયદો થશે.

આજકાલ જોવા જઈએ તો સોલાર પેનલ પણ ખૂબ સસ્તામા મળી રહ્યા છે. અને રોજના ઉપયોગ માટે તમે સોલાર પેનલ નો પણ લગાવી શકો છો. જેનાથી વીજળીનો ખૂબ ઓછો ખર્ચ થશે અને અમ તો ફ્રી જેવુ જ કહેવામા આવે છે.

તે સિવાય તમે કપડા ધોઇને મશીનની જગ્યાએ હવામા સૂકાવવા જોઇએ જેનાથી કપડા સ્પીન થવાનો ટાઈમ બચશે. અને જેથી તમારુ વીજળીનુ બિલ પણ ખૂબ ઓછુ થઇ જશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….

Comments

comments


3,520 views

Leave a Reply

Your email address will not be published.


− 1 = 2