સાવધાન હવે તમારો મોબાઈલ બ્લાસ્ટ થશે – વાંચો કેવીરીતે જાણી શકશો…

આજનો સમય વન ક્લિકવાળો સમય બની ગયો છે. તેનો શ્રેય ઈન્ટરનેટ અને મોબાઈલને જાય છે. જેણે આપણી દરેક સમસ્યાને એક ક્લિકમાં સોલ્વ કરવામાં મદદ કરી છે. આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન હોવો સામાન્ય બાબત છે. તે આપણી લાઈફનો અભિન્ન હિસ્સો બની ગયો છે. મોબાઈલને કારણે આપણું જીવન કેટલું સરળ થયું છે તેની આપણે કલ્પના કરી શક્તા નથી. પરંતુ સ્માર્ટફોન જેટલા સારા છે, તેટલા જ ડેન્જર પણ છે. તમે સમાચાર તો વાંચતા જ હશો કે, દુનિયામાં અનેક સ્થળોએ મોબાઈલ ફાટી જવાની ઘટના બને છે. મોબાઈલની બેટરી ક્યારે બ્લાસ્ટ થઈ જાય, તેનું કંઈ કહેવાય નહિ. ત્યારે દરેક વ્યક્તિએ આ માટે સાવચેતી રાખવી જરૂરી છે. તો આજે અમે તમને આ સમસ્યાનું સમાધાન જણાવીશું કે, મોબાઈલના આ સંકેતોથી તમે સમજી જશો કે સ્માર્ટફોન ક્યારે ફાટશે.

વાયરસ૧અનેકવાર આપણે અનસેફ વેબસાઈટ ઓપન કરી દેતાં હોઈએ છીએ. જેને કારણે મોબાઈલમાં માલવેર એટલે કે વાયરસ આવી જાય છે. આવામાં જો આપણે મોબાઈલને ચાર્જ કરે છે, તો તો તે માલવેર આપણાં મોબાઈલના મધરબોર્ડ પર દબાણ આપે છે, આવામાં મધરબોર્ડ પર દબાણ વધવા લાગે છે, અને તેમાં શોર્ટસર્કિટ થવાના અને બેટરી ફાટવાના ચાન્સિસ વધી જાય છે. આ સમસ્યાથી બચવા માટે સલાહ છે કે તમે મોબાઈલમાં એક એન્ટીવાયરસ જરૂર રાખો.

લોકલ પાર્ટસ૨

અનેકવાર કંપનીઓ રૂપિયા બચાવવાના ચક્કરમાં મોબાઈલની અંદર નકલી અને સસ્તા પાર્ટસ લગાવીને મોબાઈલને વેંચે છે. આવામાં સ્માર્ટફોન સસ્તા અને લોકલ પાર્ટસની સાથે એડજસ્ટ નથી કરતા. અને ધીરેધીરે બેટરી ફાટવાની સ્થિતિ બનવા લાગે છે. સાથે જ અનેક લોકો પોતાના સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે હલકી ક્વોલિટીના ચાર્જર લઈ આવે છે. જેને કારણે બેટરી જલ્દી ખરાબ થઈ જાય છે અને તેની ફાટવાની શક્યતા વધી જાય છે.

ચાર્જિંગ સમયે ફોનનો ઉપયોગ૫

સામાન્ય રીતે લોકો મોબાઈલને ચાર્જ પર લગાવીને ફિલ્મ જોવામાં કે વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે. આ સિચ્યુએશન બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે મોબાઈનો પાછળનો હિસ્સો ચાર્જ કરવા દરમિયાન ગરમ થઈ જાય છે. તેથી જ્યારે તમે મોબાઈલ ફોન ચાર્જ પર લગાવો તો સ્વિચ ઓફ કરી દો. નહિ તો મધરબોર્ડ પર દબાણ પડશે અને ફોન ફાટવાની શક્યતા વધી જશે.

બેટરી ફુલવી૩

હંમેશા એવું જોવા મળ્યું છે કે, લોકો પોતાના મોબાઈલને સતત ચાર્જ કરતા રહે છે, જેના કારણે મોબાઈલની બેટરી ફુલી જાય છે. જો તમને તમારી બેટરી ફૂલી રહી છે, તેવું માલૂમ પડે તો બેટરીને કાઢી લો અને ટેબલ પર ફેરવો. જો તમારી બેટરી ફરી જાય તો સમજો કે બેટરી ફુલી ગઈ છે અને તેને બદલવાની જરૂર પડી છે. જો તમારા સ્માર્ટફોનની બેટરી ફુલી ગઈ છે તો ક્યારેય પણ તે ફાટી શકે છે. તેથી તેને જલ્દીથી બદલી દો.

લિથિયમ આયનથી બનેલી બેટરી૪

આજ સુધી તમે જેટલા પણ સ્માર્ટફોનની બેટરી ફાટવાના સમાચાર સાંભળ્યા હશે, તે તમામમાં બેટરી લિથિયમ આયનની બનેલી લાગેલી હોય છે. કેમ કે, લિથિયમ આયનથી બનેલી બેટરીઓ ચાર્જ કરવા પર ગરમ થઈ જતી હોય છે અને ફાટી જાય છે. તેથી સ્માર્ટફોનની બેટરી વધુ ગરમ થઈ રહી છે, તો તરત બદલાવી દો, નહિ તો તે ક્યારેય પણ ફાટી શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

તમારા બીજા મિત્રો સાથે આ માહિતી અચૂક શેર કરજો.

Comments

comments


5,474 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 10