તમારી વાઇફનો સ્વભાવ તેની સૂવાની આદત પરથી ખબર પડી જાય છે કે કેવું છે તેનુ વ્યક્તિત્વ

મિત્રો , ભગવાન દ્વારા દરેક મનુષ્ય ના શરીર નુ નિર્માણ એકસરખુ જ કરવા મા આવ્યુ છે. દરેક ને બે આંખ , એક નાક , એક મુખ અને બે હાથ તથા બે પગ આપવા મા આવ્યા છે. પરંતુ , આ પર થી એવુ ના કહી શકાય કે , દરેક મનુષ્ય ની રહેવા ની , ખાવા-પીવા ની તથા સુવા ની જીવનશૈલી સરખી હોય જ છે.

દરેક વ્યક્તિ ની શારીરિક તથા માનસિક આદતો અને સ્વભાવ જુદા-જુદા હોય છે. હાલ આમા ની એક આદત સૂવા ની આદત વિશે આપણે આગળ વિસ્તૃત મા ચર્ચા કરીશુ. દરેક વ્યક્તિ નૂ સૂવા ની પધ્ધતિઓ અલગ-અલગ હોય છે. દરેક વ્યક્તિ ને પોતાના કમ્ફર્ટ ઝોન મા રહી ને સૂવુ પ્રિય હોય છે.

પરંતુ , શુ તમને એ વિશે ખ્યાલ છે કે તમારી સૂવા ની આદત સાથે તમારુ વ્યક્તિત્વ પણ સંકળાયેલુ છે. તમે કોઈપણ વ્યક્તિ ની સૂવા ની અવસ્થા પર થી ખ્યાલ મેળવી શકો છો કે આ વ્યક્તિ તથા તેનો સ્વભાવ કેવો હશે. તમે તમારી પત્ની તથા તમારી ગર્લફ્રેન્ડ ની સૂવા ની પધ્ધતિ પર થી એ જાણી શકો છો જે તે તમારા થી છુપાવે છે અથવા તો તમને કહેતી નથી.

જે સ્ત્રીઓ ને હમેશા પોતાના બેડ પર ચત્તી સુવાની ટેવ હોય છે તેમનો સ્વભાવ સાદો અને અત્યંત સરળ હોય છે. તે જીવન ને હંમેશા સંતુલિત રાખી ને જીવવા મા માને છે. આ પ્રકાર ની સ્ત્રીઓ ને મુખ્યત્વે આક્રમક સ્વભાવ ધરાવતા વ્યક્તિઓ અત્યંત પ્રિય હોય છે. મોટેભાગે તેઓ આવા જ વ્યક્તિઓ સાથે જીવન વ્યતીત કરે છે.

જે યુવતીઓ ઊંઘુ સૂવા નુ પસંદ કરે છે તે પોતાની અંગત જીવન ને લઈ ને ઘણા સ્વપ્નો ગૂંથે છે તથા તેને પોતાના લાઈફ પાર્ટનર પાસે થી ઘણી બધી અપેક્ષાઓ હોય છે. આવી સ્ત્રીઓ એકદમ ઓપન માઈન્ડસેટ ધરાવતી હોય છે અને જે પણ હોય તે મોઢા પર બોલવા ની ક્ષમતા ધરાવતી હોય છે. તે પોતાના દરેક સ્વપ્ન ને પૂર્ણ કરી ને જ ઝંપે છે.

ઘણી યુવતીઓ ને છાતી પર હાથ રાખી ને સુવા ની ટેવ હોય છે. આ યુવતીઓ હંમેશા અન્ય વ્યક્તિઓ માટે નિઃસ્વાર્થ ભાવનાઓ તથા લાગણીઓ ધરાવતી હોય છે. આ રીતે છાતી પર હાથ રાખી ને સુવા વાળી સ્ત્રીઓ હંમેશા ઘર મા સદસ્યો અને મિત્રો ને સંગાથે રાખી ને આગળ વધવા મા માનતી હોય છે. જો જરૂરીયાત પડે તો તે અન્ય ની ભલાઈ માટે પોતાના સ્વપ્ન નો ત્યાગ કરવા ની પણ ક્ષમતા ધરાવે છે.

ઘણી યુવતીઓ ને ડાબી બાજુ પડખૂ ફરી ને સુવા ની આદત હોય છે. આવી સલાહ તો ડોક્ટરો પણ અવાર-નવાર આપતા હોય છે. આ યુવતીઓ વ્યવહારુ સ્વભાવ ધરાવતી હોય છે. આ યુવતીઓ ને તેમના ફેમીલી તરફ થી અઢળક પ્રેમ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આવી યુવતીઓ ને લીડરશીપ ક્વાલીટી ધરાવતા યુવકો ખૂબ જ ગમે છે.

ઘણી યુવતીઓ એવી પણ હોય છે કે જેમને કઈ ઓઢયા વગર નિંદર જ ના આવતી હોય. આ યુવતીઓ તેની ફેમીલી પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવતી હોય છે. તેમનુ પારિવારીક જીવન અત્યંત સુંદર અને સુખમયી હોય છે અને જ્યારે પણ તે કોઈ સાથે સંબંધ મા બંધાય છે ત્યારે તે પોતાના કરીયર ના સ્વપ્ન નો ત્યાગ કરી દે છે.

જે યુવતીઓ બેડ પર ફેલાઈ ને આરામ થી સૂવા ની આદત ધરાવતી હોય તેમનુ મનોબળ ખૂબ જ મજબૂત હોય છે તથા તે ઓપન માઈન્ડસેટ ધરાવતી હોય છે. તેમને કોઈ ની કૂથલી કરવા નુ જરાપણ પસંદ નથી આવતુ. તેમનો સ્વભાવ હસમુખો હોય છે તથા તેમના ઉદાર હ્રદય ના કારણે તે સૌ કોઈ ની પ્રિય હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,559 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>