અત્યારે લાકડાનુ ફર્નીચર એ ઘરના ઇન્ટીરિયરમા ખાસ માનવામા આવે છે. અને જે જોવામા જેટલુ સારુ લાગે છે એટલુ જ ટકાઉ અને કંફર્ટેબલ પણ હોય છે. પરંતુ તેની જો સમયસર સાચવણી કરવામાં ના આવે તો તેમા ઉધઇ લાગી જાય છે અને ઉધઇ એ લાકડાની અંદર જઇને લાકડાને ખોખલુ કરી દે છે અને તેનાથી તે અન્ય ફર્નીચરમા પણ ઉધઇ લાગી જાય છે.
આ ઉધઇને કંટ્રોલ કરવુ એ ખૂબ જ જરૂરી છે પરંતુ તેની જો યોગ્ય રીતે સાચવણી કરવામા ના આવે તો તે અન્ય લાકડાનો સામાન પણ ખરાબ થવા લાગે છે અને તેનાથી ભેજથી બચાવવુ એ ખૂબ જરૂરી છે માટે આવો જોઇએ કે ઉધઇથી કેવી રીતે લાકડાના ફર્નિચરને બચાવી શકાય.
૧) જો લાકડાના ફર્નિચરને મહિનામા તમારે એક વખત તડકામા રાખવુ જોઇએ કે જેનાથી ભેજના કારણે તેમા ઉધઇ એ જલદીથી ફેલાઇ ના જાય.
૨) જો લાકડાના ફર્નિચરને તમારે અઠવાડિયામા એક વખત તો લીમડાના તેલથી સાફ કરો કારણ કે તેનાથી ઉધઇ મરી જાય છે અને તે પાછી ફરીથી થતી નથી.
૩) આ સિવાય સફેદ વિનેગરને તમારે ઉધઇ લાગેલા ફર્નિચર પર છાંટી દેવાથી. તેનાથી ઉધઇ એ ગાયબ થઇ જશે.
૪) આ સિવાય ઉધઇ પર લાગેલા ફર્નિચરની પાસે જો તમે ભીનુ લાકડુ એ રાખી દો છો તો તેનાથી તમારે ઉધઇની દરેક કીડા એ ભીના લાકડામા જતા રહેશે.
૪) જો તમારે બોરેક્સ કે સોડિયમ એ બોરેટને ઉધઇ હોય તો તેની પર છાંટી દો જેનાથી તમારે ઉધઇથી છૂટકારો મળી શકે છે.