તમારા ચહેરાને કાળો થતો અટકાવવા કરો આ એક ઉપાય

આજ કાલ ના સમય માં પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે. જેના લીધે ઘણા લોકો ના મોઢા કાળા થઈ જાય છે. વધતું જતું પ્રદુષણ ત્વચા માટે ખુબ જ હાનીકારક છે. આ પ્રદુષણ ના લીધે મોઢામાં ખુબ જ કાળાશ આવી જાય છે. અને તેના થી બચવા માટે ઘણા લોકો બજારમાં મળતા કેમિકલ નો ઉપયોગ કરે છે. લોકો કેમિકલ યુક્ત દવાઓ નો ઉપયોગ કરે છે ચહેરા ની કાળાશ ને દુર કરવા. પણ આ કેમિકલ યુક્ત દવાઓ શરીર માટે ખુબ જ હાની કારક સાબિત થાય છે.

લાંબા સમય સુધી આ કેમિકલ યુક્ત દવાઓ અને ક્રીમ મોઢા ઉપર લગાવવામાં આવે  તો તે ખુબ જ હાનીકારક સાબિત થાય છે. આ કારણ ના લીધે અમે તમને આજે એવા ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમે મોઢા ને કાળું થતા રોકી શકશો. અમે જે ઉપાય ની વાત કરી રહ્યા છીએ તે એકદમ ઘરેલુ ઉપાય છે. આ ઉપાય તમારે અઠવાડિયા માં એક વાર કરવાનો રહેશે. અઠવાડિયે એક વાર કરવામાં આવે તો પણ ખુબ જ અસરકારક સાબિત થશે આ ઉપાય.

આ ઉપાય કરવા માટે જે વસ્તુ ની જરૂર પડશે એ તમારા રસોડા માં જ ઉપલબ્ધ છે. આ ઉપાય કરવા માટે તમારે હળદર અને ચણાના લોટ ની જરૂર પડશે. હળદર માં એન્ટીબાયોટીક ગુણો રહેલા છે અને ચણા ના લોટ માં બહુ બધા ઔષધીય ગુણો રહેલા છે. આ બંને વસ્તુ ની મિશ્રણ જયારે તમે તમારા મોઢા ઉપર લગાવશો ત્યારે તેની અસર તમારા મોઢા ઉપર તરત જ દેખાશે.

આ ઉપાય કરવા માટે તમારે કટોરી માં બે ચમચી ચણા નો લોટ લેવાનો રહેશે. પછી તેમાં ચોથા ભાગની હળદર ઉમેરો. પછી તેમાં પાણી નાખી અને તેને ભેળવી દો. પછી આ મિશ્રણ ને મોઢા ઉપર લગાવી દો. અને અડધી કલાક માટે તેને એમનમ રહેવા દો.  આ સુકાય પછી તેને ઠંડા પાણી વડે ધોઈ લો. આ મિશ્રણ લગાવવા થી તમે તમારા શરીર માં રહેલી ડેડ સ્કીન ને હટાવી શકશો. જેના દ્વારા તમારો ચહેરો દિવસે ને દિવસે ચમકદાર બની જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,171 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>