દરેક માણસ નો સ્વભાવ અને તેનું આચરણ તેના નામ અને રાશિ મુજબ હોય છે. દરેક ના નામ નો પ્રથમ અક્ષર તેના ભાગ્ય ના ઘણા સંકેતો આપતા હોય છે. તેમજ આ સાથે નામ ના પ્રથમ અક્ષર થી વ્યક્તિ પોતાના પ્રેમ અને લગ્ન જીવન વિશે પણ જાણી શકે છે. તો ચાલો જાણીએ કે નામ નો પ્રથમ અક્ષર શું-શું સૂચવે છે તમારા જીવનસાથી વિશે.
યુવક હોય કે યુવતી દરેક ને પોતાના ભાવી જીવનસાથી કેવો હશે તે જાણવા ની જીજ્ઞાસા વધુ હોય છે. તો ચાલો જાણીએ રાશી મુજબ કયો જીવનસાથી સાથે તમારું મન મેળ થશે અને કેની સાથે થઇ શકે છે તકરાર. આ નામ મા આવતા પ્રથમ અંગ્રેજી અક્ષરો થી મેળવી શકાશે પ્રેમ તેમજ લગ્ન જીવન નુ રહસ્ય. તો ચાલો જાણીએ આ વિશે
S અક્ષર થી શરુ થતું નામ
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો જીવનસાથી ની બાબત મા ભાગ્યશાળી માનવામાં આવે છે. તે પોતાના જીવનસાથી ની દરેક વાત નુ અનુસરણ કરે છે અને તેમને મળનારા ભાવી જીવનસાથી સંવેદનશીલ હોય છે. તેઓ સ્વભાવે સાદગીભર્યા હોય છે અને તેમના જીવનસાથી ની વાત ને તરત માનતા હોય છે.
P અક્ષર થી શરુ થતું નામ
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો ને હોશિયાર જીવનસાથી મળે છે. તેમની હોશિયારી દરેક જગ્યાએ જોવા મળે છે પછી તે લખવા-વાંચવા ની હોય કે પછી કોઈ વાત હોય. તેમને મળનાર ભાવી જીવનસાથી પ્રેમ ને દેખાડવા મા રસ ધરાવતા નથી. તેમજ તેઓ આઝાદ મન ધરાવતા હોય છે.
M અક્ષર થી શરુ થતું નામ
આ અક્ષર થી શરુ થતા નામ વાળા વિશ્વાસઘાતી નથી હોતા. તેઓ નુ ભાવી જીવનસાથી તેમનું ધ્યાન રાખનારું મળે છે. તે પોતાની દરેક વાત પોતાના પ્રેમી ને કહી દેતા હોય છે તેઓ કોઇપણ વાત છુપાવતા નથી
K અક્ષર થી શરુ થતું નામ
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો ને ભાવુક જીવનસાથી મળે છે. તેઓ ખુબજ પ્રેમ કરનારા ને દિલ ના સાફ હોય છે. તેમને પોતાના જીવનસાથી નો સાથ વધુ ગમતો હોય છે. આ લોકો નુ લગ્ન જીવન બહુ જ સારું વ્યતીત થાય છે. આ સાથે તેમના જીવનસાથી તેમના દરેક નિર્ણય મા તેમની સાથે જ ઉભા રહે છે.
A અક્ષર થી શરુ થતું નામ
આ અક્ષર થી શરુ થતા નામ વાળા લોકો બનાવટી નથી હોતા તેથી તેઓ સાચા પ્રેમ ને ચાહે છે અને તેમને હંમેશા સાચો પ્રેમ મળે પણ છે. તેમનો જીવનસાથી ખુબજ પ્રેમાળ હોય છે જેથી તેમનું જીવન આ પ્રેમ થી ભરેલું રહે છે. તેમજ આ નામ વાળા વ્યક્તિઓ નુ જીવનસાથી કોઇપણ પરિસ્થિતિ મા તેમનો સાથ નથી છોડતા અને હંમેશા એમનો સાથ આપે છે.
wow so amazing
so good